સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નેશનલ હાઈવે (NH)47 પાસે એક ભાજપના ધારાસભ્યની હોટલ ઓનેસ્ટ પર દાદાગીરી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. હોટલ પર મુસાફરો પાસેથી વસ્તુની લખેલા ભાવ (MRP) કરતાં વધુ રૂપિયા પડાવતાં વિરોધ કર્યો હતો. આ મામલે હોટલ ઓનેસ્ટના સંચાલકોની દાદાગીરી સામે આક્રોશ જોવા મળ્યો હતો.
જો મુસાફરો તમે વધુ ભાવ લો છો, તેવું કહે તો મુસાફરોને તેઓની હોટલની પાછળ આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ માર મારવા અને મારી નાખવાની ધમકી આપી ડરાવે છે. ત્યારે એક મુસાફર તકરાર કરી રહ્યા હતા. તેવામાં ત્યાં એક જાગૃત વ્યક્તિ ઉપસ્થિત હતા. તો એ સંચાલક સાથે વાત કરતા હોટલ સંચાલકોએ તેઓને બેફામ અપશબ્દ બોલી માર મારી લૂંટ કરી હતી.
ભાજપના ધારાસભ્યની હોટલમાં જ મુસાફરોને લૂંટવામાં આવતા હોય એ એક સવાલ ઉભો થાય. આ સમગ્ર ઘટનાનો એક વ્યક્તિએ વીડિયો બનાવી દીધો હતો, અને વાઈરલ કર્યો હતો. જેમાં એ જાગૃત વ્યક્તિ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં સમગ્ર ઘટનાને લઈ અરજી કરી હતી.