હિંમતનગર બેઠકના અખીલ ભારત હિન્દુ મહાસભાના ઉમેદવારે ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યું

ગોધરા,

ગુજરાત રાજ્યની જેટલી પણ વિધાનસભા બેઠકો ઉપરથી અખીલ ભારત હિન્દુ મહાસભા પક્ષના ઉમેદવારો તરીકે ઉમેદવારી કરી હોય તેવા તમામ ઉમેદવારો ભાજપના સમર્થન કરવાની જાહેરાત સાથે હિંમતનગર બેઠકના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું.

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં અખીલ ભારત હિન્દુ મહાસભા પક્ષના ઉમેદવાર તરીકે જે તે વિધાનસભા બેઠક ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેવા તમામ ઉમેદવારોએ ભાજપ સમર્થન કરી હિંમતનગર વિધાનસભા બેઠક ઉપરથી અખીલ ભારત હિન્દુ મહાસભાના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી ટેકો જાહેર કરવામાં આવ્યો. આ બાબતે અખીલ ભારત હિન્દુ મહાસભાના પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને પ્રભારી આશીષ પટેલો દ્વારા જાહેરાત કરાઈ.