નડિયાદ શહેરના હોમ ગાર્ડ ઇન્ચાર્જ નવીનભાઈ પી. વણકર વિરૂદ્ધ નડિયાદની ચીફ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં 52/2024નંબર થી 307,323,504,506,114 જેવી ગંભીર પ્રકારની કલમો દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ હતો. કોર્ટ કેસની પ્રમાણિત નકલો ને આધારે ખેડા જીલ્લા નાં હોમ ગાર્ડ દળ નાં જીલ્લા કમાન્ડન્ટને તા.27/07/2024 તથા તા.30/07/2024 નારોજ ખેડા જીલ્લાના લીગલ સ્ટાફ ઓફિસરને મુંબઈ હોમ ગાર્ડ અધિનિયમ 1947 ની કલમ 6(ખ) મુજબ હોમ ગાર્ડ ઇન્ચાર્જ નવીનભાઈ વણકર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી પરેડ ફરજ મોકૂફ કરવામાં લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી.
પરંતુ ખેડા જીલ્લાના જીલ્લા કમાન્ડન્ટદ્વારા મુબંઈ હોમગાર્ડ અધિનિયમ 1947 મુજબ જીલ્લા કમાન્ડન્ટ શ્રી દ્વારા કાર્યવાહી ન કરતા તા.05/08/2024 નારોજ ગુજરાત રાજ્ય ના હોમ ગાર્ડ દળના વડા કમાન્ડન્ટ જનરલને હોમગાર્ડ ઇન્ચાર્જ નવીનભાઈ પી. વણકર વિરૂદ્ધ મુંબઈ હોમગાર્ડ અધિનિયમ 1947 ની કલમ 6(ખ) મુજબ કાયદાકીય કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે તથા પોતાની ખેડા જીલ્લા કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફ ઓફિસર તાલીમ અલ્પેશભાઈ મકવાણા વિરૂદ્ધ 498 ,125 જેવી અનેક કલમો હેઠળ FIR અને કોર્ટ થયેલ હોવા છતાં આજદિન સુધીમાં કોઈ જ મુંબઈ હોમ ગાર્ડ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ નથી .
બીજી બાજુ આ ખેડા જીલ્લામાં જો કોઈ સામાન્ય હોમગાર્ડ સભ્યો તથા માંનદ અધિકારી વિરૂદ્ધ કોઈ પણ સામાન્ય બાબતે FIR કે કોર્ટ કેસ થાય તો આજ જીલ્લા કમાન્ડન્ટની કચેરી દ્વારા FIR કે કોર્ટ કેસની પ્રમાણિક નકલ મેળવી જેતે હોમગાર્ડ સભ્ય તથા અધિકારી વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે મુંબઈ હોમગાર્ડ અધિનિયમ 1947 ની કલમ 6(ખ) મુજબ કાયદાકીય કાર્યવાહી કરી જેતે સભ્યોને પરેડ ફરજ મોકૂફ કરવામાં આવે છે, એટલું જ નહી નડિયાદ યુનિટના પ્લા કમાન્ડર હસીદ તીરગરને જીલ્લા કમાન્ડન્ટ એ મૌખિક સૂચનાથી કોઈપણ જાતના વાક ગુના વગર છેલ્લા બે વર્ષથી પરેડ ફરજ મોકૂફ કરી ભારતીય બંધારણના અનુચ્છેદ 14 સમાનતાનો અધિકારમાં એક સમાન ન્યાય અને તમામના એક સમાનહિતો જળવાઈ રહે તે માટે એક સમાન ન્યાય હોમ ગાર્ડ સભ્યો તથા હોમગાર્ડ ઇન્ચાર્જ નવીનભાઈ પી. વણકર વિરૂદ્ધ એક સમાન મુંબઈ હોમગાર્ડ અધિનિયમ 1947 મુજબ કાયદાકીય કાર્યવાહી ન કરી ખેડા જીલ્લાના જીલ્લા કમાન્ડન્ટ દ્વારા ભારતીય બંધારણના અનુચ્છેદ 14 સમાનતાનો અધિકારનો ભંગ કરવામાં આવેલ હતો.