હોલિવુડના પ્રખ્યાત સ્ટાર કપલ ગણાતા એન્જેલિના જોલી અને બ્રાડ પિટ વચ્ચેના સંબંધો બગડી ગયા હોવાની ચર્ચા

એક સમયે હોલિવુડના પ્રખ્યાત સ્ટાર કપલ ગણાતા એન્જેલિના જોલી અને બ્રાડ પિટ વચ્ચેના સંબંધો બગડી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એન્જેલિના જોલી અને બ્રાડ પિટની મોટી પુત્રી શિલોહ જોલી-પિટે તેના છેલ્લા નામમાંથી ‘પિટ’ દૂર કરવા માટે કાયદેસરની કાગળ ફાઇલ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શિલોહ જોલી-પિટે તેના જન્મદિવસ પર અરજી દાખલ કરી હતી, જે દર્શાવે છે કે તે પુખ્ત બનતાની સાથે જ આ ફેરફાર કરવા માંગે છે. શિલોહ અને તેના પિતા બ્રાડ પિટ વચ્ચેના સંબંધો વણસેલા હોવાના અહેવાલ સાથે, આ પગલા પાછળના કારણો વિશે અટકળો કરવામાં આવી રહી છે.

૨૦૧૬માં એન્જેલીના જોલી અને બ્રાડ પિટના અલગ થવાના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. તેના ૬ બાળકોની કસ્ટડીને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જોકે, ન્યાયાધીશે ૨૦૨૧ માં સંયુક્ત કસ્ટડીનો આદેશ આપ્યો હતો.

શિલોહ એન્જેલીના અને બ્રાડ પિટની એક માત્ર સંતાન નથી, જેણે ‘પિટ’ સરનેમ હટાવી દીધી છે. તેમની પુત્રી ઝહરાએ પણ સ્પેલમેન કોલેજમાં અભ્યાસ કર્યો, જે ઝહરા માર્લી જોલી તરીકે ઓળખાય છે. તેમની બીજી ૧૫ વર્ષની પુત્રી વિવિએન પણ ‘પિટ’ નો ઉપયોગ કરવાનું ટાળે છે.

તે જાણીતું છે કે એન્જેલિનાએ ૨૦૧૬ માં બ્રાડ પિટથી છૂટાછેડા માટે અરજી કરી હતી. એન્જેલીનાની લીગલ ટીમે ૨૦૨૨માં દાવો કર્યો હતો કે બ્રાડ પિટે ફ્લાઈટમાં તેની અને બાળકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો તેમજ હુમલો કર્યો હતો.