હોળી પહેલાં મોદી સરકાર આપી શકે છે આ મોટી ભેટ

હોળી પહેલા દેશના સરકારી કર્મચારીઓને મોટી ખુશખબર મળી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકાર મોઘવારી ભથ્થાને 4 ટકા સુધી વધારી શકે છે.

  • મોદી સરકાર મોઘવારી ભથ્થાને 4 ટકા સુધી વધારી શકે છે
  • 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ તથા 61 લાખ પેન્સનધારકોને ફાયદો થશે.
  • હાલમાં 17 ટકા મોંઘવારી ભથ્થું, 4 ટકાના વધારા સાથે 21 ટકા થશે

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ઘણો મોટો વધારો થઈ જશે. 4 ટકા વધારાને કારણે કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ તથા 61 લાખ પેન્સનધારકોને ફાયદો થશે.

મોંઘવારી રાહત ભથ્થામાં સરકાર ઘટાડો કરી શકે છે
મીડિયા રિપોર્ટ અનુસાર ઓલ ઈન્ડીયા કન્ઝુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત તથા સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યાનુસાર સરકાર મોંઘવારી રાહત ભથ્થાને 4 ટકા સુધી વધારી શકરે છે. સાથે બીજા ભથ્થાની પણ ચૂકવણી કરી શકે છે.

7 મા પગારપંચની ભલામણ પર અમલ થશે
મોઘવારી ભથ્થા વધારાની સરકારની જાહેરાત 7 મા પગારપંચની ભલામણને આધારે હશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે તેથી મોઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થતા કુલ મોઘવારી ભથ્થુ 21 ટકા થઈ જશે. કોરોના સંકટ પછી સરકારની જાહેરાત પર બધાની નજર છે. જાન્યુઆરીથી જુન 2021 સુધીના સમયગાળામાં મોઘવારી ભથ્થામાં વધારાનું મનાઈ રહ્યું છે.

સરકારે ગત વર્ષે મોઘવારી ભથ્થામાં વધારો રોકી દીધો હતો
નાણા મંત્રાલયે એપ્રિલ 2020 માં કોરોનાને કારણે કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ તથા 61 લાખ પેન્શનધારકો માટે જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થાનો વધારો અટકાવી દીધો હતો. સરકારનું કહેવું હતું કે કેન્દ્ર સરકાર પેન્શનરોને પેન્શનના હપ્તા તથા 1 જાન્યુઆરી 2020 થી કેન્દ્ર સરકારના પેન્શનરોને મોંઘવારી રાહતની ચુકવણી નહીં કરવામાં આવે, જોકે હાલના રેટ પ્રમાણે ડીએ અને ડીઆર મળવાનું ચાલુ રહેશે.

છેલ્લો વધારો ગત મહિને થયો હતો
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોઘવારી ભથ્થામાં છેલ્લો વધારો ગત મહિને થયો હતો. આ વધારો 1 જાન્યુઆરી 2020 થી અમલી બનાવાયો હતો.

રાજ્ય સરકારો કેન્દ્રની ફોર્મ્યુલાને અપનાવી શકે છે
રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્સનધારકોને ડીએ અને ડીઆરના આ હપ્તાને અટકાવી દેવાથી ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને રુ. 37,530 કરોડની બચત થશે. ઉલ્લેખનીય છે કે ડીએ અને ડીઆર પર રાજ્ય સરકારો કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરે છે.