દ્વારકા, ૨૫ તારીખે હોળી છે. આ દિવસ દ્વારકા માટે ઉત્સવ સમાન હોય છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે દ્વારકામાં ફૂલડોલ મહોત્સવ દરમિયાન મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. જગત મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.૨૫ તારીખે સોમવારે સવારે ૬ વાગ્યે થશે મંગળા આરતી થશે બપોરે ૧ વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે,જ્યારે ઉત્સવ આરતી બપોરે ૨ વાગ્યે કરાશે,ફૂલડોલ ઉત્સવ બપોરે ૨થી ૩ વાગ્યા સુધી ઉજવાશે,બપોરે ૩થી ૫ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે અને સાંજે ૫ વાગ્યાથી ફરી દર્શન કરી શકાશે
દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકામાં કીતસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરી ગેટ અને ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં ખાસ ફુલડોલ ઉત્સવ પર આવતા હોય છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. પરંતું આ વચ્ચે દ્વારકા મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય બદલાયો છે.
હાલ ભક્તોની ભીડ વધવાની શક્યતા હોઈ તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે , અલગ પાકગ ઝોન કરવામાં આવ્યા છે એટલું જ નહિ પગ પાળા આવતા યાત્રિકો ને રસ્તા પર પરેશાની ના થાઈ તે હેતુ થી વન વે રોડ જાહેર કરાયા છે તો હાઇવે પર કોઈ અકસ્માત ના તે થાઈ માટે ગતી મર્યાદા પણ તંત્ર દ્વારા નકી કરી દેવાય છે.