પટણા,
બિહારમાં રાજનીતિક ગરમી વધી રહી છે આ વખતે સત્તારૂઢ જનતા દળ યુ અને રાષ્ટ્રીય જનતા દળમાં કોઇ મોટી સહમતિ બની શકે છે.આવો દાવો રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય વિજય મંડલે કર્યો છે.તેમનો દાવો છે કે આગામી મહીને હોળી બાદ તેજસ્વી યાદવ રાજયના મુખ્યમંત્રી બની શકે છે.તેમણે એ પણ કહ્યું કે મુખ્યમંત્રી નીતીશકુમાર પોતે તેમને સત્તા સોંપશે.આ દાવા બાદ રાજયની રાજનીતિમાં ગરમી આવી ગઇ છે. જો કે જનતા દળ યુના પ્રદેશ અધ્યક્ષ લલન સિંહે દાવાને ખોટો ગણાવતા કહ્યું કે આવો કોઇ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી.
લલનસિંહે કહ્યું કે આગામી વિધાનસભા ચુંટણી ૨૦૨૫માં થશે નીતીશકુમારે કહ્યું હતું કે ૨૦૨૫ની ચુંટણીનું નેતૃત્મવ તેજસ્વી યાદવ કરશે તેનો ફકત એટલો જ મતબલ હતો કે તેમના નેતૃત્વમાં ગઠબંધન ચુંટણી લડશે પરંતુ રાજયના મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય ધારાસભ્યો જ કરશે હાલ બિહારમાં ચુંટણી થવા જઇ રહી નથી.