૩ મેથી ૧ જૂન વચ્ચે ઓમાનમાં ૧૦ ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી એશિયા કપ ૨૦૨૩નું આયોજન કરાયું હતું. ઓમાનના સલાલાહમાં જુનિયર એશિયા હોકી કપ રમાઈ રહો છે. જેમાં ભારતીય હોકી ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. એશિયા કપની ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સાથે જોરદાર સોમાંચક મુકાબલો ખેલાયો હતો. આ મેચમાં ભારતીય ટીમે ૨-૧થી જોરદાર જીત પોતાને નામે કરી હતી.
૮ વર્ષ બાદ યોજાયેલ કપની આ મેચ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. જુનિયર હોકી ભારતીય ટીમ સૌથી વધુ વખત એશિયન ટાઈટલ જીતનારી ટીમ બની છે. ૩૧ મેના રોજ ૨ સેમિફાઈનલ મેચનું આયોજન થયું હતું. જેમાં પાકિસ્તાનને પછાડી ભારતે જીત હાંસલ કરી છે.
મેચમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટ્રોફીની જંગમાં ભારતે સફળતા હાંસલ કરી છે. ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને ૨-૧ના સ્કોરથી હરાવ્યા છે. ભારતીય ટીમ ચોથીવાર ચેમ્પિયન બની છે.પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે.