હાલોલ, હાલોલ જી.આઈ.ડી.સી.માં ઓમ એન્ટરપ્રાઈઝ કંપનીમાં 34 વર્ષીય કામદાર લોખંડની ટોમી વડે ડાઈનું મશીન ખસાડવા જતાં લોખંડની ટોમી ચાલુ લાઈટના વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. દવા સારવાર અર્થે ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ જી.આઈ.ડી.સી.માં આવેલ ઓમ એન્ટરપ્રાઈઝ કંપનીમાં કામદાર તરીકે ફરજ બજાવતા કેતનભાઈ ભીખાભાઈ હરીજન ઉ.વ.34 લોખંડની ટોમી વડે ડાઈનુંં મશીન ખસેડતો હતો. તે દરમિયાન લોખંંડની ટોમી ચાલુ લાઈટના વાયરને અડી જતાંં કેતનભાઈને શરીરે કરંટ લાગતા દવા સારવાર માટે લાઈફ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલના તબીબ દ્વારા મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યો. આ બાબતે હાલોલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી.