હાલોલ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ યમુના કાંસથી તળાવમાં જતા પાણી રોકાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હાલોલ તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધી પડેલ વરસાદમાં પાવાગઢ ઉપરવાસ ના પાણી વિશ્વામિત્ર કોતરમાંથી યમુના કેનાલ મારફતે હાલોલ તળાવમાં ઠલવાતુ હોય આ યમુના કેનાલમાં કચરો જમાં થઈ જતાં કેનાલનુ પાણી ઉભરાઈ હાલોલના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા લોકોને મુશ્કેલી વેઠવી પડી છે.

હાલોલના તળાવમાં પાણી ભરવા માટે પાવાગઢ ઉપરવાસના વરસાદી પાણી વિશ્વામિત્રી કોતરમાંથી યમુના કેનાલ મારફતે ઠલવાય છે. હાલોલ તળાવમાં પાણી ઠાલવવા માટે વર્ષો જુની વ્યવસ્થા નિયમિત રીતે યમુના કેનાલની સાફસફાઈના અભાવે પાવાગઢ ઉપરવાસમાં વરસેલ પાણી યમુના કેનાલ દ્વારા તળાવ સુધી પહોંચે તે પહેલા યમુના કેનાલમાં મોટા પ્રમાણમાં કચરો અને ગંદકીને લઈ પાણીનો પ્રવાહ અટકી ગયો હતો. અને વરસાદી પાણી ઉભરાઈને નીચા રેકડી, કસ્બા વિસ્તારમાં ફરી વળ્યા હતા નગરપાલિકા દ્વારા યમુના કેનાલનો કચરો જેસીબી દ્વારા સાફસફાઈ કરાવવામાં આવ્યો હતો.અને પાણીનો પ્રવાહ તળાવ તરફ વહેતો કરતા લોકોમાં રાહત થઈ હતી. જયારે હાલોલ જયોતિ સર્કલથી પાવાગઢ તરફથી હાઈવે રોડ વરસાદી પાણીના ધીમા નિકાલને લઈ તળાવ જેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકોને પોતાના વાહનો રોકી દીધા હતા.