હિતિક રોશન અને સબા આઝાદે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો છે.

મુંબઇ, હિતિક રોશન પોતાની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ ’કહોના પ્યાર હૈ’થી હિતિકે તેના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી.હાલ તે પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેના રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. હાલમાં એવી ખબર સામે આવી છે કે હિતિક રોશન અને સબા આઝાદે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે હિતિક અને સબાના રિલેશનશિપના સમાચાર સામે આવી રહ્યા છે. બંને ઘણીવાર પબ્લિકમાં એક સાથે જોવા મળે છે. એટલું જ નહીં હિતિક અને સબાના લગ્નની ખબર ઘણા સમયથી ચર્ચામાં છે. ઝૂમ ટીવીના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, હિતિક રોશન અને સબા આઝાદે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. તે બંને એકબીજા સાથે ઘણા ખુશ છે અને તેના સંબંધને નવા સ્તર પર લઇ જવા માગે છે. જો કે હિતિક-સબા ક્યાં અને ક્યારે લગ્ન કરશે તે અંગે હજુ કોઇ સમાચાર નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે હિતિક રોશન અને સબા આઝાજ ટૂંક સમયમાં લગ્ન કરશે.

ઉલ્લેખનીય છે કે, હિતિક રોશને વર્ષ ૨૦૦૦માં સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને બે પુત્ર ૠહાન અને ૠદાનના માતા-પિતા છે. હિતિક રોશન અને સુઝેન ખાન વર્ષ ૨૦૧૪માં ડિવોર્સ લઇને હંમેશા માટે અલગ થઇ ગયા હતા. લગ્ન જીવનના ૧૪ વર્ષ બાદ અલગ તેઓના અલગ થવાના સમાચારે બધાને હચમચાવી દીધા હતા.

હિતિક રોશનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો, હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ફાઇટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એ પહેલીવાર હશે કે તે દીપિકા સાથે કોઈ ફિલ્મમાં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૨૪એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય, હિતિક જલ્દી ‘વૉર ૨’માં પણ જોવા મળશે.