![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/07/IMG-20230704-WA0305-1024x577.jpg)
ઝાલોદ, હીરોલા પાંડી ફળીયા મા હીરોલા મુખ્ય પ્રાથમિક શાળા થી પાંડી ફળીયા આંગણવાડી થઈ પાંડી ફળીયા પ્રાથમિક શાળા થઈ તળ ગામ પ્રાથમિક શાળાનો રસ્તો મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં 1,62,00,000/- લાખ રૂપીયાનો ડામર રસ્તો મંજુર થયેલ છે. જેમાં મલાભાઈ લુજાભાઈ સંગાડાના ચેકડેમની પાસે એક રોલનું નાળુ કોન્ટ્રાક્ટરે હલકામાં હલકી કોલેટી વાપરેલ છે, જે હાલ ક્રેરેક થઈ ફસકી ગયેલ છે. અગાઉ પણ આ બાબતે અધિકારીઓને ગ્રામજનોએ રજૂઆત કરી હતી. તે પણ મિડીયામા ન્યુઝ પેપરોમાં પણ ડીફનું ગણુ ચગીયું હતું, તો આ એજન્સી ઉપર ગુજરાત સરકારના મુખ્ય મંત્રી ગાંધીનગરના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી કવોલેટીની લેબોટરી કરાવી કોન્ટ્રાકટ સામે કાયદેસર પગલા ભરી ન્યાય અપાવવા ગ્રામજનોની માંગ. આવા બીજા કોઈ રસ્તાઓ ઉપર કોઈ જાનહાનીને નુકશાન ના થાય તે માટે તપાસ કરાવવા માંગ ગ્રામજનોની માંગ ભવિષ્ય આ રસ્તા ઉપર કોઈ પણ જાતની ઘટના બનશે તો જવાબદાર કોન કોન્ટ્રાકટ કે અધિકારીઓ કે પ્રજા…?