PM મોદીના માતા હીરાબાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PM મોદીના માતા હીરાબાને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જેઓની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે સત્તાવાર વિગતો સામે નથી આવી. PM મોદીના માતા કે જેઓ 100 વર્ષના છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાત આવે ત્યારે તેઓ અચૂકથી માતાને મળવા માટે જાય છે. આથી કદાચ એમ કહી શકાય કે હીરાબાની તબિયત લથડતા કદાચ PM મોદી અમદાવાદ આવે તો નવાઇ નહીં. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને પણ અકસ્માત નડ્યો હતો.