- સિવિલમાં અલગ વોર્ડ બનાવશે.
- પંચમહાલ કલેક્ટરે હાર્ટ એટેકના બનાવના પગલે સૂચનાઓ આપી.
ગોધરા, પંચમહાલ જિલ્લામાં મા અંબાની ભક્તિના 9 દિવસ દરમિયાન લોકો ગરબા માટે અગાઉથી તૈયારીઓ કરતા હોય છે. આ તૈયારીઓ પછી 9 દિવસમાં ભક્તિ અને શક્તિના મહિમા માટે કાર્યક્રમો થતા હોય છે.
નવરાત્રિમાં ગરબે ઘુમવાની તૈયારીઓ કરી રહેલા યુવાનોને ગરબા રમતાં રમતાં હાર્ટ-એટેક આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઇને રાજય આરોગ્ય વિભાગે એક લાઇડ લાઇન જાહેર કરી છે. જેને અનુલક્ષીને પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારે નવરાત્રીને લઇને મહત્વના નિર્ણય લીધા છે.જિલ્લા કલેકટરે જણાવ્યું કે કોર્મશિયલ ગરબા આયોજકોએ એક એમ્બ્યુલન્સ રાખવી પડશે. જેથી ગરબા રમતા લોકોને કોઇ ઘટના ઘટે તો તાત્કાલીક સારવાર મળી રહે. તેમજ ગરબા આયોજકોના સભ્યોને ફરજીયાત સીપીઆરની ટ્રેનિગ લેવી પડશે. જેથી ગરબા ગ્રાઉન્ડમાં હાર્ટ એટેકની ધટના બને તો તાત્કાલીક ટ્રીટમેન્ટ આપીને જીવ બચાવી શકાશે. ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે ઈમરજન્સી વોર્ડ ઊભો કરવામાં આવશે.
જયારે ગરબા સમયે તબીબ ટીમ, સાથે 108 ઇમરજન્સી સેવા ખડે પગે રહશે. હાર્ટ તેમજ હાઇપર ટેન્શન અને શ્વાસને લગતા લક્ષણો ધરાવતા લોકો ઇસીજી ઇસીઓ સહિતના જરૂરી ટેસ્ટ કરાવી ગરબામાં ભાગ લેવા જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા ખેલૈયાઓને અપીલ કરવામાં આવી છે.