હિંસાના વિરોધમાં પ્રદર્શન કરવા કુકી સમુદાયની મહિલાઓએ અમિત શાહ સાથે મુલાકાત કરી

મણિપુર, મણિપુરથી ચાલી રહેલ હિંસાની આગ શાંત પડવાનું નામ લઈ રહી નથી ત્યારે મણિપુરની મહિલાો અમિત શાહ સાથે આ મુદ્દે ચર્ચા કરવા દિલ્હી પહોંચી છે. તેઓ ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ્થાન પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.

મણિપુર હિંસાની પર વિવાદ હવે દિલ્હી પહોંચી ગઈ છે. કુકી સમુદાયની ૧૦૦થી વધુ મહિલાઓ દિલ્હી પહોંચી હતી. અહીં મહિલાઓ ગૃહ મંત્રી અમિત શાહને મળવા આવી છે. હાથમાં બેનર સાથે મહિલાઓએ અમિત શાહના નિવાસ્થાન સુધી રેલી કાઢી હતી. પોલિસ અને સીઆરપીએફ જવાનોએ બેરિકેડ લગાવીને મહિલાઓને ત્યાંજ રોકી દીધી હતી.

મણિપુરથી ચાલી રહેલ હિંસાની આગ શાંત પડવાનું નામ લઈ રહી નથી ત્યારે મણિપુરની મહિલાો અમિત શાહ સાથે આ મુદ્દે ચર્ચા કરવા દિલ્હી પહોંચી છે. તેઓ ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ્થાન પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ ગૃહ મંત્રીએ પ્રદર્શનકારી મહિલાઓને મળવાની અનુમતિ આપી છે. અમુક મહિલાઓને ગૃહ મંત્રીએ મળવા માટે અંદર પણ બોલાવી હતી.

કુકી સમુદાયની મહિલાઓનું કહેવું છે શાંતિ મંત્રણા કરવા છતાં મણિપુરમાં એક બાળક અને તેની માતાને મૈતેઈ સમુદાયના લોકોએ સળગાવી દીધા હતા, જેને લઈને વિરોધ પ્રદર્શન માટે તે લોકો દિલ્હી આવ્યા છે. મહિલાઓએ ગૃહમંત્રીને ઝડપથી કાર્યવાહી કરવા માંગ કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ગૃહ મંત્રીએ લીધેલ મુલાકાત અને કરેલ વાયદાઓ છતાં કુકી સમુદાય પર સતત હુમલા થઈ રહ્યા છે. મહિલાઓએ વધુમાં જણાવ્યું કે ઉગ્રવાદી મૈતેઈ સમુદાય દ્વારા કુકી સમુદાયના ઘરોને આગ ચાંપી દેવામાં આવી રહી છે અને આ આક્રમણ હિંસા શરુ થયા ત્યારથી સતત ચાલી રહ્યું છે.

ગૃહ મંત્રીના આશ્ર્વાસન બાદ પણ કટ્ટરપંથી મેતૈઈ સમુદાય સતત હિંસા અને આગચંપી કરી રહ્યો છે. મહિલાઓએ કહ્યું કે નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે, ઘરો રાખમાં ફેરવાયા છે અને પહેલીવાર હિંસા શરૂ થયાના એક મહિના પછી પણ પરિવારો વિસ્થાપિત થયા છે. આ વિશ્ર્વાસનું ઉલ્લંઘન છે અને શાંતિ અને સ્થિરતાના આદર્શો પર સીધો હુમલો છે.

પ્રદર્શનકારી મહિલાઓએ કહ્યું કે અમારા રાજ્યની સરકારના પ્રયાસો અમારા લોકોની સલામતી સુનિશ્ર્ચિત કરવામાં વારંવાર નિષ્ફળ રહ્યા છે, કારણ કે ખુદ પોલિસ પર પણ પક્ષપાત કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે તેમણે કહ્યુ હતુ કે અમે ગૃહ મંત્રીને આગ્રહ કરીએ છીએ કે તે સ્થિતિની ગંભીરતાને સમજીને આક્રમણને રોકવા માટે ઝડપી અને યોગ્ય પગલા ભરે અને લોકોની શાંતિ અને સુરક્ષા માટે નિર્ણાયક કાર્યવાહી કરીને તેમની જવાબદારી નિભાવે.