સ્વતંત્રતા દિવસના અવસર પર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. ધ્વજ વંદન બાદ મોહન ભાગવતે સંઘ કાર્યર્ક્તાઓને સંબોધિત કર્યા હતા. આરએસએસ વડાએ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે વાત કરી. પોતાના સંબોધનમાં તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હિંદુઓને કોઈપણ કારણ વગર એ હિંસાનો ભોગ બની રહ્યાં છે. ભારતની પરંપરા પણ રહી છે કે ભારત વિશ્ર્વના દેશોના કલ્યાણ માટે વિચારે છે.
આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, ‘પડોશી દેશમાં ઘણી હિંસા થઈ રહી છે. ત્યાં રહેતા હિન્દુ ભાઈઓને કોઈપણ કારણ વગર હિંસા સહન કરવી પડી રહી છે. ભારત એવું છે કે તેની જવાબદારી માત્ર પોતાનું રક્ષણ કરવાની અને તેની સ્વતંત્રતાની રક્ષા કરવાની નથી, પરંતુ ભારતની પરંપરા એવી પણ રહી છે કે ભારત વિશ્ર્વના ભલા માટે પોતાને મોટા કરે છે. આગળ તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે ગયા વર્ષે તમે જોયું જ હશે કે આપણે કોઈ દેશ પર હુમલો કર્યો નથી. જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં પડેલા તેમને આપણે મદદ કરી. મુશ્કેલીમાં પડેલા દેશે આપણી સાથે કેવું વર્તન કર્યું હતું એ વિચાર્યા વિના આપણે તેમને મદદ કરી હતી.
સંઘ પ્રમુખે કહ્યું કે આઝાદી માટે બલિદાન આપનારા લોકો અને તેની પાછળ ઉભેલા સમાજ બંનેના સમર્થનથી દેશને આઝાદી મળી. તેમણે કહ્યું કે દેશની સરહદો પર તહેનાત જવાનોના કારણે આજે આપણે સુરક્ષિત છીએ. તેમના પરિવારો સુરક્ષિત રહે તે સુનિશ્ર્ચિત કરવાની જવાબદારી આપણી છે. તેમણે કહ્યું કે આપણી આઝાદી માટે લડનારાઓની પેઢી ખતમ થઈ ગઈ છે, પરંતુ હવે આપણી આઝાદીને સાચવવાની જવાબદારી આપણી છે.
આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, “આપણે ૭૮મો સ્વતંત્રતા દિવસ પૂર્ણ કરી રહ્યા છીએપ દેશની આ આઝાદી માટે બલિદાન આપનાર જૂથ અને જે સમાજ તેમની પાછળ ઉભો હતો, એ બન્ને પ્રાપ્ત થઈ, ત્યારે આપણે સ્વતંત્રતા હાંસલ કરીપ આપણે જે મહેનત કરીને આઝાદી મેળવી તે પેઢી હવે ખતમ થઈ ગઈ છે, પરંતુ આવનારી પેઢીને આપણા પોતાના રંગમાં રંગવાની અને તેનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે.