હિન્દુ બહેન-બેટીઓ સલામત ન હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ : પ્રવીણ તોગડિયા

  • હિન્દુઓના કાર્યક્રમ દેશમાં નહીં થાય તો શું મક્કા-મદીનામાં થશે?

વડોદરા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછિયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના ૪૫મા પાટોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કેરાલ ફિલ્મ દેશમાં ચાલી રહી છે. એ ભારતમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત નથી, એનો ડોક્યુમેન્ટ છે, જો દેશમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત ન હોય તો ચુલ્લુભર પાણીમાં ડૂબી જવું જોઇએ અને ફરીથી હિન્દુની બહેન-બેટીઓ અસલામત ન બને એ માટે દેશમાં એન્ટી લવ-જેહાદ કાયદો અને મુસલમાનોની વસતિ વધારો રોકવા માટે એને નિયંત્રિત કરવાનો કાયદો કરવાની માગણી કરવી જોઇએ. આ ફિલ્મનું માર્કેટિંગ થઈ રહ્યું છે. નાક કપાઇ જાય તો કપાઇ ગયેલા નાકનું કોઇ માર્કેટિંગ કરે?, ફરીથી નાક ન કપાય એવી વ્યવસ્થા, નહીંતર વડોદરા ફિલ્મ પણ બનશે, સુરત અને કર્ણાવતી ફિલ્મ પણ બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન-બેટીઓ લવ-જેહાદનો ભોગ બનશે. અમારો સંકલ્પ છે કે હિન્દુસ્તાનમાં એકપણ બહેન-બેટીને લવ-જેહાદનો ભોગ નહીં બનવા દઇએ. ન અમારો દીકરો કનૈયો બનશે કે ન અમારી દીકરી શ્રદ્ધા બનશે. આવું કરવાવાળાને ભારતમાં જડબાંતોડ જવાબ આપીશું, અમે ફરીથી ભારતમાં હિન્દુ શેરને જગાડવા માગીએ છીએ. જેમણે બાબરની છાતી પર પગ મૂકીને રામમંદિર બનાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે પ્રશ્ર્ન થાય છે કે રામનવમી પર જ હુમલો કેમ થાય છે. કેમ હિન્દુનો છોકરો કિશન ભરવાડ, કનૈયા મરી રહ્યા છે. કેમ મહોરમ પર હુમલો થતા નથી. આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે. અમે હિન્દુઓને જગાડવા માટે દેશનાં લાખો ગામોમાં શહેરોની કોલોની અને સોસાયટીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરાવીને ભગવાન હનુમાનજીની ગદા દરેક ગામ અને ગલીઓમાં ઊઠશે અને એકપણ હિન્દુનું નામ લેવાવાળાને જડબાંતોડ જવાબ આપવાની તાકાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની શરૂ કરી રહી છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રોમાં ગુજરાતના દિવ્ય દરબાર અંગે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે હિન્દુઓના દેશમાં કાર્યક્રમ નહીં થાય તો શું મક્કા-મદીનમાં થશે? ડાકોર અને કપડવંજમાં વિધર્મીઓના ત્રાસથી મહિલાઓ આપઘાત કરી રહી છે, એ અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હિન્દુ સલામત નથી. રામનવમીમાં હિન્દુઓની શોભાયાત્રામાં હુમલો, ધંધૂકામાં કિશન ભરવાડને માર્યો, કાલે એક દીકરીને મરવું પડ્યું, ક્યાં સુધી આ નાટકો ચાલશે? બંધ કરો અને આ દેશમાં કોઇપણ હિન્દુનું નામ લેવાની કોઇ હિંમત ન કરે એવી તાકાત હિન્દુ ઊભી કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં પણ અશાંતધારો છે, ત્યાં એકપણ હિન્દુની મિલક્ત વેચાવી ન જોઇએ. હું આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળને કહીશ કે આંદોલન કરો અને કોઇ મિલક્ત વેચાતી હોય તો વેચવાની જવાબદારી સરકારની છે.