હિંદુઆ સુરજ” વીર શિરોમણી મહારાણા પ્રતાપ”ના 11માં પૂત્ર પૂરણમલજી (પૂરાજી) રાણાવત – પૂરાવત રાજપૂત શાખાની પુસ્તકમાં વિરાસત સંગ્રહ વિશે પરામર્શ સભા યોજાઈ.

લુણાવાડા, આજરોજ મહિસાગર જીલ્લાના ચુથાના મુવાડા ગામે પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રવીણ વિદ્યાલય મુકામે રાજસ્થાન ભીલવાડા-ઉદયપુરથી પધારેલા મહેમાન, નારાયણસિંહ પૂરાવત, ડો. ભૂપેન્દ્રસિંહ રાઠોર તથા અજીતસિંહ પૂરાવત અને વિજયસિંહ પૂરાવતનું સ્વાગત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરાયા બાદ મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદીયા દ્વારા જેઓની મુલાકાત હેતુ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા.

રાજસ્થાન ભીલવાડા ઠી. સાલમપુરાથી પધારેલા નારાયણસિંહ અને ડો.ભૂપેન્દ્રસિંહ રાઠોર – મહારાણા પ્રતિભા શોધ સંસ્થાન ઉદયપુર દ્વારા લુણાવાડા સ્ટેટમાં ઈડરથી પધારેલા મહાયોદ્ધા પૂરણમલસિંહજીની ઉપસ્થિતિમાં થયેલ વિક્રમી કહાનીઓ ,યુદ્ધો વિશે સમજ આપી અને જેઓ દ્વારા થયેલ સિદ્ધિઓની છણાવટ કરવામાં આવી તેમજ તેઓના વડપણ હેઠળ સંવત 1682માં પૂરાવત રાખાના ભાયાત સબલ સિંહને મલેકપુર ગામે ઠિકાણા સાથે 24 ગામનો પટ્ટો અપાયો હતો. તેમ જણાવેલ હતું ત્યાર બાદ ક્રમશ: એક ભાયાત સબલસિંહે ચુથાના મુવાડા ગામ વસાવ્યું જે વંશાવલી આ મુજબ છે.

આ માહિતી આપ્યા બાદ સૌ મહેમાનો અને ગામના વડીલો દ્વારા ચુથાના મુવાડા ગામે આવેલા લાલદાદાબાવજીનાં સ્મારકની મુલાકાત લીધી હતી અને લાલદાદાબાવજીનો ઇતિહાસ જણાવ્યો હતો. જેમાં સંવત 1910માં લાલસિંહજી બાવજી સંતરામપુરથી મુથાના મુવાડા ગામે ઘોડેસવાર થઈ પરત ફરતા હતા. ત્યારે પઢારીયા મોહિલા ગામે અંગત અદાવતે ધીંગાણુ થતા તેઓ શહીદ થયેલ જેઓનું ધડ લઈને ધોડી ચુથાના મુવાડા ગામે આવી આજે જ્યાં સ્મારક બનેલું છે ત્યાં આવી. જે એમનું ધડ પાણી છંટકાવ કરી શાંત કરવામાં આવતાં ધડ ધોડા પરથી જમીન પર આવ્યું. જે સ્થળે સ્મારક આવેલું છે જેની પૂજા અર્ચના ગામના સહુ સિસોદીયા પરિવારના રાજપૂત રાજપૂતાણીઓ દ્વારા આસ્થા સાથે બાધા અને પૂજન કરવાં આવે છે. જે સિલસિલો આજે પણ ચાલુ છે.

“હાલમાં સિસોદીયા પરિવારમાંથી લગ્ન માટે વરરાજાને ગણપતી સ્થાપના અને વરધોડો કરતા પહેલા તથા જાન પ્રસ્થાન પહેલા આ સ્મારક સામે નત મસ્તક થયા બાદ જ આગળની વિધી થતી હોય તેવું જણાવેલ છે.”

અંતમાં સૌ મહેમાનોનું આભાર વિધી દ્વારા આભાર માની કાર્યક્રમમાં જોડાયેલા મહેમાનોને ભાવભરી વિદાય આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રસિહ સિસોદીયા ના માર્ગદર્શન હેઠળ એચ કે વણકર દ્વારા કરવામાં આવ્યું.