દાહોદ, સમાજ સેવા થી જોડાયેલ રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ ભારત લિટરેસી મિશન અંતર્ગત ક્લબનાં પ્રમુખ હીરાલાલ સોલંકીની અધ્યક્ષતામાં દાહોદ ફ્રીલેન્ડગંજમાં આવેલી હિન્દી સેક્ધડરી અને પ્રાયમરી શાળાએ રેલવે કોલોનીમાં રેલી કાઢી અને વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ માટે કાવ્ય પઠન, વકતૃત્વ સ્પર્ધા યોજી હિન્દી દિવસની ઉજવણી કરી.
કાવ્ય પઠન અને વકતૃત્વ સ્પર્ધામાં સેક્ધડરી વિભાગમાં પ્રથમ તિષા ગુપ્તા, દ્વિતીય પૂજા પ્રજાપત, તૃતીય સત્યા ભારદ્વાજ અને પ્રાયમરી શાળામાં પ્રથમ કામિની કોલી, દ્વિતીય સમીર રાય, તૃતીય મયંક રાવત વિજેતાઓ બન્યા હતા જેઓને ઉપસ્થિત મહાનુભાવો એ પ્રમાણપત્રો અને મેડલ આપી સન્માનિત કરાયા હતા.
બંને શાળાના આચાર્યો પી.એસ.પટેલ અને રમેશભાઈ પટેલએ સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ક્લબનાં સભ્યો અન્ય મહાનુભાવો હિન્દી પ્રચાર સમિતિનાં પ્રમુખ જીતેન્દ્ર ઠાકુર, મંત્રી રામકિશનસિંઘ, હંસરાજસિંઘ, પ્રદીપ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.