હિન્દી હાર્ટલેન્ડમાં જ ભાજપ જીતી શકે છે,ડીએમકે સાંસદે માફી માંગી

નવીદિલ્હી, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના મહત્વપૂર્ણ ભાગીદાર ડીએમકે સાંસદ ડીએનવી સેંથિલકુમારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે લોક્સભામાં કહ્યું કે, હિન્દી હાર્ટલેન્ડમાં જ ભાજપ જીતી શકે છે. તેમના નિવેદનને લઈને હોબાળો થયો હતો. હંગામો વધ્યા બાદ તેણે બુધવારે માફી માંગી હતી.

સેંથિલકુમારે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે. તેમણે કહ્યું, જો મારા દ્વારા ગઈકાલે અજાણતા આપવામાં આવેલા નિવેદનથી લોકોના એક વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેને પાછું લેવા માંગુ છું. હું શબ્દો દૂર કરવા વિનંતી કરું છું…મને તેનો ખેદ છે.

ભાજપના નેતાઓએ ડીએમકે પર વળતો પ્રહાર કર્યો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પૂછ્યું કે શું તેઓ ઉત્તર ભારતીયો વિરુદ્ધ તેમના સાથીઓના અપમાનજનક નિવેદનો સાથે સંમત છે કે કેમ. તમને જણાવી દઈએ કે લોક્સભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન) બિલ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ પર ચર્ચામાં ભાગ લેતાં સેંથિલકુમારે કહ્યું હતું કે, આ દેશના લોકોએ વિચારવું જોઈએ કે ભાજપની સત્તા જીતશે. ચૂંટણી માત્ર હિન્દી બેલ્ટના રાજ્યોમાં જ છે.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે જીત મેળવી હતી, જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. સેંથિલકુમારે લોક્સભામાં કહ્યું, તમે (ભાજપ) દક્ષિણ ભારતમાં ન આવી શકો. તમે કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ચૂંટણી પરિણામો જુઓ છો. અમે ત્યાં ખૂબ જ મજબૂત છીએ.

તેમણે કહ્યું કે જો તમે આ તમામ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરિવર્તિત કરવાના વિકલ્પ પર વિચાર કરવાનું શરૂ કરો તો અમને આશ્ર્ચર્ય થશે નહીં જેથી તમે અહીં પરોક્ષ રીતે સત્તામાં આવી શકો. ત્યાં પગ મૂકવાનું તમારું સપનું તમે ક્યારેય પૂરું નહીં કરી શકો.