
સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગ માં જોડાયા હતા યોગથી મન પ્રફુલિત થાય છે અને યોગ શરીર માટે પણ જરુરી છે. ૧૦૦થી વધુ લોકોએ સાબર સ્ટેડિયમ ખાતે આવેલ સ્વિમિંગ પૂલ માં પાણી યોગ કર્યા હતા. આ માટે સ્વિમિંગ પૂલ માં પાંચ દિવસની તાલીમ અપાઈ હતી અને એ તાલીમ પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણી યોગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

૨૧, જૂન એટલે વિશ્ર્વ યોગ દિવસ અને જેને લઈને વિશ્ર્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે. સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગ માં જોડાયા હતા યોગથી મન પ્રફુલિત થાય છે અને યોગ શરીર માટે પણ જરુરી છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે પહેલાના જમાનામાં ૠષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા.

આમ તો યોગ ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં કરતા હોય છે. ત્યારે આજે એક સાથે ૧૦૦થી વધુ લોકોએ સાબર સ્ટેડિયમ ખાતે આવેલ સ્વિમિંગ પૂલ માં પાણી યોગ કર્યા હતા. આ માટે સ્વિમિંગ પૂલ માં પાંચ દિવસની તાલીમ અપાઈ હતી અને એ તાલીમ પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણી યોગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જે જમીન પર થતા મોટા ભાગના આસનો પાણીમાં કરવામાં આવ્યા હતા. આમ તો પાણીમાં યોગ કરવા કઠીન હોય છે, પરંતુ અંડર વોટર યોગ મહેન્દ્રસિંહ રાજપૂત દ્વારા શિખવાડવામાં આવે છે.

જેમ પુરાણોમાં જેમ ૠષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા તેમ મહેન્દ્રસિંહ પણ યોગ કરવા પ્રયાસ કરતા હતા. જે ખુદ શીખ્યા બાદ અન્ય લોકોને અને સ્વિમિંગ માટે આવતા લોકોને પણ અંડર વોટર યોગ શિખવી રહ્યા છે. પાણીમાં યોગ કરવા એ થોડા કઠીન છે, પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. તેઓ પણ મહેન્દ્રસિંહની જેમ જ પાણીમાં તરી શકે છે અને યોગ પણ કરી શકે છે.જ્યારથી હિંમતનગરમાં સ્વિમિંગ પૂલની શરુઆત થઈ છે ત્યારથી મહેન્દ્રસિંહ તેમના મિત્રોને અને વિયાર્થીઓને યોગ શીખવી રહ્યા છે. જે આસનો જમીન કરે છે તે તમામ પ્રકારના આસનો મહેન્દ્રસિંહ તેમના મિત્રો સાથે પાણીમાં કરે છે.શ્ર્વાસો શ્ર્વાસની ક્રિયાથી આ યોગ કરે છે અને જે જોઈને અનેક લોકો તેમને જોતા જ રહી જાય છે. કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવુ એ આમ તો અશક્ય લાગતુ હોય છે પણ મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આમ કરી બતાવીને આશ્ર્ચર્ય સર્જે છે અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે.