હિંમતનગરમાં જ્યોતિષના ઘરે તસ્કરો ત્રાટક્યા, રોકડ સહિત ૧૨.૬૦ લાખની મત્તાની ચોરી:રોકડ અને ઘરેણાની ચોરી

હિંમતનગર,

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલા ગાયત્રી મંદિર વિસ્તારમાં તસ્કરોએ જ્યોતિષના ઘરને નિશાન બનાવ્યુ હતુ. જ્યોતિષ અને તેમનો પરિવાર રાજસ્થાનમાં સાળીની સગાઈ પ્રસંગ હાજરી આપવા માટે ગયો હતો, આ દરમિયાન બંધ ઘરને તસ્કરોએ ચોરી આચરી હતી. તસ્કરોએ જ્યોતિષના ઘરમાંથી ૧૨ લાખ ૬૦ હજાર રુપિયાથી વધુની મત્તાની ચોરી કરી હતી.

ગાયત્રી મંદિર રોડ પર આવેલ સજાનંદ પાર્કમાં રહેલા જ્યોતિષ ચેતનપ્રસાદ ધર્મારામ જોષી ગત ૨ તારીખના રોજ પોતાના ઘરેથી પત્નિ અને પુત્ર સાથે મળીને પોતાની સાસરી રાજસ્થાનના માંડલ પ્રતાપનગર ગયા હતા. ત્યારબાદ તેઓ ૭મી ફેબ્રુઆરીની રાત્રે પરત ફર્યા હતા. ઘરે આવીને જોતા જ ઘરનુ તાળુ તુટેલી હાલતમાં હતુ અને વિરેખેર સરસામાન જોવા મળતા તુરત પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનમાં પોતાની સાસરીમાં સાળીની સગાઈને લઈ જ્યોતિષ પોતાની કાર લઈને ઘર બંધ કરીને ગયા હતા. બાદમં પરત આવતા જ ઘરનુ તાળુ તૂટેલુ જોવા મળ્યુ હતુ. ઘરમાં પ્રવેશ કરતા ઘરની અંદર કબાટ-તિજોરી અને અન્ય ડ્રોઅર સહિતનુ બધુ જ અસ્તવ્યસ્ત હતુ. આમ પ્રથમ નજરે જ તસ્કરોએ પોતાના બંધ ઘરને વેરવિખેર કરી કિંમતી ચિજોની ચોકી કરી હોવાનુ જણાતા પોલીસને જાણકારી આપી હતી. ઘરમાં જોતા સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિતની ચોરી થઈ હોવાનુ ઘરમાં જોતા ખ્યાલ આવ્યો હતો.

તસ્કરોએ સાડા નવ લાખ રુપિયાના સોના ચાંદીના દાગીના અને ૩ લાખ રુપિયા રોકડાની ચોરી આચરી હતી. બેડરુમમાં રાખેલ તિજોરીમાં મુકેલ સોનાના રકડી, ઝોલા, ગળાના હાર બાહુબંધ. બંગડીઓ અને સોનાની ચેન તેમજ વિંટી ઉપરાંત ચાંદીના કંદોરા અને પાયલ સહિત સિક્કાની ચોરી તસ્કરોએ આચરી હતી. આ ઉપરાંત લોકરમાંથી રોકડ રકમની ચોરી આચરી હતી. આમ ૧૨ લાખ ૬૦ હજાર ૫૦૦ રુપિયાની મત્તાની ચોરી તસ્કરોએ કરી હતી.

દરવાજાને લગાવેલ મુખ્ય તાળાના નકુચાને તોડીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. બંઘ ઘર હોઈ સોસાયટીમાં તસ્કરોએ આરામથી ઘરમાંથી તિજોરીને પુરી ફંફોસીને તમામ દાગીના અને રોકડની ચોરી કરી હતી. આમ મોટી રોકડ સહિતની કિંમતી ચિજો તસ્કરો ચોરી ગયા હતા.

જ્યોતિષ ચેતનપ્રસાદે પોલીસને બતાવ્યુ હતુ કે, પોતે રાજસ્થાનમાં પોતાના વતનમાં પ્લોટ વેચ્યો હતો. જેની રોકડ રકમ આવી હતી જેને પોતાના ઘરે લોકરમાં મુકી હતી. જે રકમ દ્વારા હિંમતનગરના ઘરનુ ફર્નિચર કરવાનુ હતુ. પરંતુ આ પહેલા જ તસ્કરો આ રકમને ચોરી કરી ગયા હતા.