નવીદિલ્હી,કેન્દ્ર સરકારે સંસદમાં એક પર્યાવરણ પરનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમા કહ્યું હતું કે હિમાલયનો ગ્લેશિયર ખૂબ ઝડપથી પીગળી રહ્યો છે. આ સાથે એવુ પણ માનવામાં આવે છે કે જળવાયું પરિવર્તનના કારણે હિમાલયની નદીઓ કોઈ પણ સમયે કુદરતી હોનારત સર્જી શકે છે. એટલે કે કાશ્મીર થી લઈને ઉત્તર- પુર્વના રાજ્યો સુધી હિમાલયની આફત આવી શકે છે.
સરકાર તરફથી આપવામાં આવેલ આ રિપોર્ટ સંસદની સ્ટેડિંગ કમિટિ તેની પર તપાસ કરી રહી છે. અને તે જોઈ રહી છે કે દેશમાં ગ્લેશિયરને પીગળતા કઈ રીતે રોકી શકાય. સતત ગ્લેશિયર પીગળવાથી અચાનક પુર આવી શકે છે અને તેમાં સૌથી વધારે જોખમ હિમાલયના વિસ્તારોમાં છે. આ રિપોર્ટ ૨૬ માર્ચ ૨૦૨૩ ના રોજ લોક્સભામાં રજુ કરવામાં આવ્યો હતો.
જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલયે કહ્યુ કે જિયોલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયા GSIના ગ્લેશિયર પીગળવા પર સંશોધન કરવામાં આવ્યું. સતત ગ્લેશિયર નજર રાખવામાં આવી રહી હતી. ૯ મોટા ગ્લેશિયરો પર સંશોધન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ૭૬ અન્ય ગ્લેશિયરોને વધવા તેમજ ઘટવા પર નજર રાખવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારોમાં ગ્લેશિયર ખૂબ ઝડપથી પીગળી રહ્યો છે.