
હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. જુબ્બલના ચેરી કેંચી વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. અહીં હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટની બસને અકસ્માત નડ્યો હતો. શિમલા જિલ્લામાં કુદ્દુ-દિલતારી રોડ પર શુક્રવારે વહેલી સવારે બસ પલટી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સવારે લગભગ ૬.૪૫ વાગ્યે થયો જ્યારે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ કુડ્ડુથી દિલતારી તરફ જઈ રહી હતી.
પોલીસે જણાવ્યું કે બસમાં સાત લોકો સવાર હતા. શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બસ સવાર બિરમા દેવી અને ધન શાહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસ ડ્રાઈવર કરમ દાસ અને કંડક્ટર રાકેશ કુમારનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એચઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર રોહન ચંદ ઠાકુરે જણાવ્યું હતું કે, અકસ્માતની પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ બસ અકસ્માત હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી ૯૦ કિમી દૂર થયો હતો. એક વળાંક પર બસે કાબુ ગુમાવ્યો, પલટી મારી અને બીજા રસ્તા પર પહોંચી. આ દરમિયાન બસ પાટા પરથી ઉતરી ગઈ હતી. બસના ડ્રાઈવર અને કંડક્ટરનું પણ મોત થયું છે. બસ જુબ્બલ તહસીલના કુડ્ડુથી ગીલતાડી તરફ જઈ રહી હતી. આ બસ સવારે છ વાગ્યે રૂટ પર શરૂ થઈ હતી, પરંતુ માત્ર ચાર કિલોમીટર પછી અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર ઉપરાંત એક મહિલાનું પણ મોત થયું હતું.
આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, બેનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. ત્રણ લોકોને સારવાર માટે રોહરુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એસડીએમ રોહડુ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.