મુખ્યમંત્રી બન્યા બાદ ઠાકુર સુખવિંદર સિંહે સૌપ્રથમ રાજ્ય અધ્યક્ષ પ્રતિભા સિંહને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું.
શિમલા,
હિમાચલના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ આજે બપોરે ૧.૩૦ વાગ્યે શિમલાના રિજ મેદાનમાં મુખ્યમંત્રી પદના સોંગદ લીધા હતાં કોંગ્રેસે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી પદની જાહેરાત કરવામાં આવતા મુકેશ અગ્નિહોત્રીને નાયબ મુખ્યમંત્રી તરીકેના સોગંદ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે લેવડાવ્યા હતાં આ શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત સુકખુના માતા અને હિમાચલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રતિભા સિંહ સહિત નેતાઓ કાર્યકર્તાઓ માટે સંખ્યામાં હાજર રહ્યાં હતાં પ્રિયંકાએ મુખ્યમંત્રીના દાવેદાર પ્રતિભા સિંહને પોતાની બાજુમાં બેસાડ્યા હતા. હિમાચલના નવા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુના માતા સંસાર દેવીએ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. જ્યારે રાહુલ ગાંધીને ખબર પડી કે તેઓ મંચની સામે બેઠા છે, ત્યારે તેમણે તેમને મંચ પર બોલાવ્યા અને તેમની સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ સુક્ખુના માતાને ગળે મળ્યા હતા અને તેમને સ્ટેજ પર પોતાની પાસે બેસાડ્યા હતા.
મુખ્યમંત્રી બન્યા બાદ ઠાકુર સુખવિંદર સિંહે સૌપ્રથમ રાજ્ય અધ્યક્ષ પ્રતિભા સિંહને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. સુખુએ કહ્યું કે હું પછી મુખ્યમંત્રી છું, પહેલાં પાર્ટી સર્વોપરી છે, પ્રતિભા સિંહ મારા આદર્શ છે. પ્રતિભા સિંહે કોઈપણ પ્રકારના અણબનાવની વાતને ખોટી ગણાવી હતી. પ્રતિભા સિંહે કહ્યું કે હિમાચલમાં સ્થિર સરકાર બનશે. અમે એક થઈને કામ કરીશું. પ્રતિભા મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. તેમણે સુક્ખુના નામ સાથે નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું. સુક્ખુને મળ્યા બાદ તેમણે કહ્યું કે તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મંત્રી બનાવવાનું લગભગ નિશ્ચિત છે.સોગંદવિધિને કારણે સવારે ૧૧ વાગ્યા પછી રિજ ગ્રાઉન્ડ તરફ જતો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો હતો રિજ અને મોલ રોડ પર બેરિકેડીંગ કરવામાં આવી હતી કોંગ્રેસ માટે આ ખાસ તક છે, કારણ કે ૨૦૧૮ પછી દેશના કોઈપણ રાજ્યમાં કોંગ્રેસને પહેલીવાર પૂર્ણ બહુમતી મળી છે. એટલા માટે પાર્ટી પોતાની તાકાતનું પ્રદર્શન કરીને શિમલાથી આખા દેશને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, પાર્ટીને શક્તિ પ્રદર્શન માટે ઘણો ઓછો સમય મળ્યો છે, કારણ કે મુખ્યમંત્રીના ચહેરાના ૧૯ થી ૨૦ કલાકમાં શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો, શિમલા અને સોલનને અડીને આવેલા મતવિસ્તારના ધારાસભ્યોને પબ્લિક ભેગી કરવા સૂચના આપવામાં આવી છે.મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ ચોથી વખત અને મુકેશ અગ્નિહોત્રી પાંચમી વખત વિધાનસભા પહોંચ્યા છે. અગાઉ, સુક્ખુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ , એનએસયુઆઈના પ્રમુખ, શિમલામાં એમસીના બે વખત કોર્પોરેટર, યુથ કોંગ્રેસના પ્રમુખ અને ૨૦૨૨ માં ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તે જ સમયે, પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ બીજી વખત ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા છે, જ્યારે મુકેશ અગ્નિહોત્રી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસે ૬૮માંથી ૪૦ બેઠકો જીતી છે અને પરિવર્તનનો દાવો કરનાર ભાજપ ૨૫ બેઠકો પર આવી ગયું છે. હાઈકમાન્ડની મહોર મળતાં શનિવારે સાંજે વિધાનસભામાં યોજાયેલી વિધાનસભ્ય દળમાં સુખવિંદર સિંહ સુક્ખુને મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા હતા.પ્રતિભા સિંહ મંડી સીટથી સાંસદ છે. આ કારણે તેમનો દાવો નબળો પડી ગયો. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ મંડી જિલ્લામાં ૧૦માંથી માત્ર ૧ સીટ જીતી શકી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ અહીં પેટાચૂંટણીનું જોખમ લેવા માંગતી નથી. બીજી તરફ જો પ્રતિભાને સીએમ બનાવવામાં આવશે તો તેમણે ધારાસભ્યની ચૂંટણી લડવી પડશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ૨ પેટા ચૂંટણી કરાવવાના મૂડમાં નથી.૫૮ વર્ષીય સુખવિંદર સિંહ કોંગ્રેસનાં સિનીયર નેતા અને નૌદાનથી ધારાસભ્ય છે. તેમને પાર્ટીનાં દિગ્ગજ નેતા વિરભદ્રસિંહનાં આલોચક માનવામાં આવતાં હતાં જેમણે પાંચ દશકથી વધુ સમય હિમાચલની પોલિટિક્સ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.