હિમાચલમાં સત્તા પરિવર્તન: કોંગ્રેસ માટે સુખનો સૂરજ ઊગ્યો, ભાજપને હારનો સામનો કરવો પડયો

  • આપ આદમી પાર્ટી ને અહીં સીટ આપવામાં આવી નથી.

શિમલા,

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં આજે મતગણતરી થઈ હતી. જ્યાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ૧૪મી વિધાનસભા માટે ૬૮ સીટ પર આ વખતે ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને ૪૦ સીટ પર વિજયી બની છે જ્યારે ભાજપ ૨૪ સીટ પર જીત થઇ છે આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર પણ ૩ સીટ પર જીત્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીને અહીં એક પણ સીટ હાથમાં આવી નથી.

હિમાચલ પ્રદેશના કોંગ્રેસ પ્રભારી રાજીવ શુક્લા ચંડીગઢ પહોંચી ગયા છે. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તમામ કોંગ્રેસના ધારાસભ્યોને ચંડીગઢ બોલાવ્યા છે. અપર અને લોઅર હિમાચલના તમામ ધારાસભ્યો માટે ચંડીગઢ સેન્ટર પોઈન્ટ છે. અહીં તમામ ધારાસભ્યો સરળતાથી પહોંચી શકે છે. મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે, તેને લઈને સાંજ સુધીમાં હાઈકમાન્ડ નક્કી કરી લેશે.

સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં જીતેલા પોતાના ધારાસભ્યોને ચંડીગઢ બોલાવાની છે. સૂત્રોએ કહ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં જીતનું સટફિકેટ મળ્યા બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો ચંડીગઢ પહોંચશે અને ત્યાંથી કોઈ અન્ય રાજ્યમાં લઈ જવામાં આવશે. માનવામા આવી રહ્યું છે કે, હિમાચલમાં જીતેલા કોંગ્રેસ ઉમેદવારોની કમાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, ભૂપેશ બઘેલ અને રાજીવ શુક્લા સંભાળશે. ભૂપેન્દ્ર હુડ્ડા હાલ ચંડીગઢમાં જ છે. જ્યારે ભૂપેશ બઘેલ અને શુક્લા પણ ત્યાં ઝડપથી પહોંચવાના છે.

કોંગ્રેસના સૂત્રોનું એવું ફણ કહેવું છે કે, ફાઈનલ પરિણામની રાહ જોવાઈ રહી છે. પહેલી પ્રાથમિક્તા પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવાની છે.મુખ્યમંત્રી પદ માટે કેટલાય દાવેદાર છે. હાલમાં નિર્ણય થયો નથી. પ્રતિભા સિંહ, પ્રદેશ અધ્યક્ષ હોવાના નાતે અને વીરભદ્ર સિંહની પત્ની હોવાના નાતે સ્વાભાવિક રીતે દાવેદાર છે. અમારી પાસે કેટલાય અન્ય ચહેરા છે, સીએમ પદ માટે પણ નિર્ણય ફાઈનલ રિઝલ્ટ જોઈને રાજ્ય પ્રભારી રાજીવ શુક્લા, ભૂપેશ બઘેલ અને ભૂપેન્દ્ હુડ્ડા દ્વારા ધારાસભ્યોનો મત લઈને કરવામાં આવશે.

રાજ્યમાં કોગ્રેસની સરકાર બની રહી છે ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં સામે આવી ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બધેલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને રાજીવ શુક્લા શિમલા જશે. તો બીજીતરફ કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તોડવાનો ડર લાગી રહ્યો છે.

કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને મોહાલીમાં શિટ કરાવી શકે છે. કોંગ્રેસે ધારાસભ્યોને રોકવા માટે એઆઈસીસી સચિવોની ડ્યૂટી લગાવી છે. આ સાથે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે લાગી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસને ડર છે કે ભાજપ તેના જીતેલા ધારાસભ્યોને તોડી શકે છે. આ આશંકા અને કથિત ઓપરેશન લોટસને યાનમાં રાખતા કોંગ્રેસે હિમાચલના ધારાસભ્યોને મોહાલી મોકલવાની યોજના બનાવી છે. સૂત્રો પ્રમાણે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર હુડ્ડાને તેની જવાબદારી સોંપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેઓ પણ આજે શિમલા પહોંચે તેવી શક્યતા છે. કોઈપણ પક્ષને ત્યાં સરકાર બનાવવા માટે ૩૫ બેઠકોની જરૂર પડશે.

હિમાચલ પ્રદેશમાં ૧૨ નવેમ્બરે મતદાન થયું હતું. પ્રદેશમાં આશરે ૫૫ લાખ મતદાતાઓમાંથી લગભગ ૭૫ ટકાએ આ વખતે પોતાના મતાધિરાકનો પ્રયોગ કર્યો હતો. ચૂંટણીમાં કુલ ૪૧૨ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે હિમાચલમાં ફરી પરિવર્તન થઈ રહ્યું છે. અહીં પાંચ વર્ષે સરકાર બદલી દેવાનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે.

એક તરફ જ્યાં કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં બહુમતી મેળવી લીધી છે અને બીજી તરફ હવે મુખ્યમંત્રી કોણ બનશે? તેને લઈ વિવિધ અંદાજાઓ લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા વીરભદ્ર સિંહે કહ્યું કે ચૂંટાયેલા ધારાસભ્યો મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો નક્કી કરશે. એકવાર જ્યારે ધારાસભ્યો પોતાની પસંદ સ્પષ્ટ કરી દેશે, ત્યારે પાર્ટી હાઈકમાન્ડ નામનું એલાન કરશે. બીજી તરફ અહેવાલોનું માનીએ તો પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી પદના કેટલાય દાવેદારો સાથે કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં જે ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં છે, તેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સુક્ખૂ, નેતા પ્રતિપક્ષ મુકેશ અગ્નિહોત્રી, સાંસદ અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહનું નામ આગળ છે. જો કે પ્રતિભા સિંહ હાલના સાંસદ છે અને તેમણે ચૂંટણી નથી લડી, સુક્ખૂ અને અગ્નિહોત્રી પોતાની સીટ પર જીતના રસ્તે છે. સુખવિંદર સુુક્ખૂ: કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને તેની પ્રચાર સમિતિના પ્રમુખ સુક્ખૂએ મય હિમાચલની નાદૌન સીટથી ચૂંટણી લડી છે. પાર્ટી કેડર વચ્ચે સ્વીકાર્યતા વાળા ત્રણ વખતના ધારાસભ્યને સીએમ પદના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. સત્તાવાર રીતે સુક્ખૂએ કહ્યું કે સીએમનો ફેસલો હાઈકમાન્ડ કરશે. મુકેશ અગ્નિહોત્રી: વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રીએ દક્ષિણ-પશ્ર્ચિમ હિમાચલમાં હરોલીથી ચૂંટણી લડી. ચાર વખતના ધારાસભ્ય, તેમના ચૂંટણી ક્ષેત્રને રેખાંકન પહેલા સંતોકગઢ કહેવાતો હતો, જ્યાંથી તેઓ ૨૦૦૩માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. અગ્નિહોત્રી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા હતા. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરીની જીત, ભાજપે કરી ફરીથી ગણતરીની માંગ પ્રતિભા સિંહ: વર્તમાન હિમાચલ પીસીસી પ્રમુખ અને પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ પહેલીવાર ૨૦૦૪માં મંડીથી લોક્સભા ચૂંટણી લડ્યાં હતાં. ૨૦૧૩ની પેટાચૂંટણીમાં તેમણે હાલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને તે સીટ પરથી જ હરાવ્યા હતા, જેનું પ્રતિનિધિત્વ તેમના મુખ્યમંત્રી બનતા પહેલા તેમના પતિ કરતા હતા. જેઓ ભાજપના રામ સ્વરૂપ શર્માના નિધન બાદ સાંસદ તરીકે ચૂંટાયાં.