તેહરાન, મહસા અમીનીની જેમ ઈરાનમાં અન્ય એક છોકરીએ ત્યાંની નૈતિક પોલીસના હુમલામાં પોતાનો જીવ ગુમાવવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરમિતા ગેરવંદ (૧૬ વર્ષ) પર હિજાબ ન પહેરવા બદલ ઈરાનની નૈતિક પોલીસે હુમલો કર્યો હતો. આ હુમલામાં અરમિતા ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને કોમામાં ચાલી ગઈ હતી. હવે ઈરાનના સરકારી મીડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અરમિતાનું નિધન થયું છે.
ઈરાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, કમનસીબે પીડિતા મગજની ઈજાને કારણે થોડા સમયથી કોમામાં હતી અને હવે તેનું મૃત્યુ થઈ ગયું છે. ગયા અઠવાડિયે અમતાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓક્ટોબરની શરૂઆતમાં તેહરાન મેટ્રોમાં નૈતિક પોલીસ દ્વારા હિજાબ ન પહેરવા બદલ અમતાને હેરાન કરવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અરમિતા મેટ્રોમાં બેઠેલી જોવા મળે છે અને થોડા સમય બાદ અમતાની સાથે આવેલી યુવતીઓ અને અન્ય મહિલાઓએ તેને બેભાન અવસ્થામાં મેટ્રોમાંથી નીચે ઉતારી હતી. કુદશ લોકોના અધિકારો માટે લડી રહેલા એક સંગઠને આરોપ લગાવ્યો હતો કે હિજાબ ન પહેરવા બદલ અમતાને ઈરાનની નૈતિક્તા પોલીસે માર માર્યો હતો, જેમાં અમતા બેભાન થઈ ગઈ હતી.
જો કે, અમતાના પરિવારે નૈતિક પોલીસ દ્વારા તેણીને માર મારવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ઈરાનની નૈતિક પોલીસના હુમલામાં મહસા અમીની નામની યુવતીનું મોત થયું હતું. મહસા અમીનીના મૃત્યુ બાદ સમગ્ર ઈરાનમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા અને ઘણાને મોતની સજા આપવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં ટીકાઓ છતાં, ઈરાનની સરકાર એક નવું હિજાબ બિલ લાવ્યું, જેમાં હિજાબ પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું અને નિયમોના ઉલ્લંઘન માટે કડક સજાની જોગવાઈઓ કરવામાં આવી હતી.