અમદાવાદ,
સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી સગીર વયની દીકરીઓનાં ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર હોવાની હાઇકોર્ટમાં ફરિયાદ હેબિયર્સ કોર્પસ પિટિશનમાં કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓની સગીરાઓના ખોટા દસ્તાવેજ બનાવીને કાવતરાને અંજામ અપાતો હોવાની હેબિયસ કોર્પસ પિટિશનમાં રજૂઆત કરાઈ છે.
ભાવનગર, અમરેલી અને બોટાદની સગીર વયની દીકરીઓને સુરતમાં લઈ જઈ ખોટા દસ્તાવેજો બનાવી લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટે આ મામલામાં પીએસઆઈ, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓને નોટિસ પાઠવી છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
અરજદારના વકીલ મુંજાલ આચાર્યે જણાવ્યું હતું કે સગીરાના પિતા દ્વારા હેબિયસ કોર્પસ કરવામાં આવી હતી. એમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાની સગીર દીકરીઓને સુરત ખાતે લઈ જઈને ગેરકાયદે લગ્ન કરાવી દેવાનું આખું ષડયંત્ર હતું. એમાં નોટરી તથા ચીફ ઓફિસર તથા ઘણા લોકો સંડોવાયેલા છે. એમાં આજ રોજ અરજદારની સગીર દીકરીને અન્ય જાતિની વ્યક્તિ ભગાડી ગઈ હતી. એ માટે આજે નામદાર હાઈકોર્ટે તળાજા પીએસઆઈ તથા તેમનો દીકરો જે સગીર યુવતીને ભગાડી ગયો છે તેમને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. આગામી મુદત ૨૮ ફેબ્રુઆરી હાઈકોર્ટ દ્વારા રાખવામાં આવી છે.
૧૮ વર્ષથી નીચે, પરંતુ ૧૭ વર્ષ ઉપરની સગીરાઓને બહેકાવી, લલચાવી, ફોસલાવીને ઘોઘા રોરો ફેરી દ્વારા સુરત લઈ જઈ લગ્ન કરાવી દેવાતાં હોવાનો આક્ષેપ કરતી એક હેબિયર્સ કોર્પસ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ખોટા (ફોલ્સ-ફોર્જરી) ડોક્યુમેન્ટ ઊભા કરીને આ કૌભાંડ આચરાતું હોવાનો અરજદારે દાવો કર્યો છે. લગ્ન બાદ ફેરી દ્વારા જ તેમને પરત સૌરાષ્ટ્ર લાવવામાં આવતી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
એક સગીરાના પિતાએ આખા કૌભાંડની વિગત સાથે કોર્ટમાં પિટિશન કરી છે, જેમાં સગીર વયની દીકરીઓને રો રો ફેરી મારફત સુરત લઈ જવાતી, ખોટા દસ્તાવેજો ઊભા કરીને લગ્ન કરાવી અપાતાં હોવાનો આરોપ લગાવાયો છે. આ મુદ્દે હાઈકોર્ટે સંલગ્ન ચીફ ઓફિસર અને અન્યોને નોટિસ ઇસ્યુ કરી છે, સાથે સાથે ૨૮ ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.