ઉચ્ચ ન્યાયાલયે ડિસેમ્બર માસના બે સપ્તાહમાં જ ૨૦૦% કેસોનું ભારણ ઘટાડ્યું!!!

નવીદિલ્હી,

૫ થી ૧૬ ડિસેમ્બરના સમય દરમિયાન સુપ્રીમમાં ૨૬૯૭ નવા કેસો નોંધાયા, સામે ૫૬૪૨ કેસોનો કોર્ટે નિકાલ કર્યો !!!

સુપ્રીમકોર્ટમાં કેસોનું ભારણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદભાર સંભાળેલા જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડની અથાગ મહેનતના પગલે ડિસેમ્બર માસના પ્રથમ બે સપ્તાહ માજ કેસોનો ભરાવો ઘટી ગયો છે. આ બે સપ્તાહમાં ૨૦૦ ટકાથી વધુના કેસોનો નિકાલ પણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે લોકોને દેશની ન્યાય પ્રણાલી પર ભરોસો મક્કમ બન્યો છે. આંકડાકીય માહિતી અનુસાર ૫ ડિસેમ્બરથી ૧૬ ડિસેમ્બર વચ્ચે ૨૬૯૭ નવા કેસો સામે આવ્યા હતા તો સામે અત્યંત પ્રશંસનીય કામગીરી કરતા સુપ્રીમ કોર્ટે ૫૬૪૨ કેસોનો નિકાલ કર્યો હતો. હાલ સુપ્રીમકોર્ટમાં ૬૮૮૩૫ કેસોનો ભરાવો છે. જેને આવનારા દિવસોમાં જડપભેર નિવારવામાં આવશે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાઈ ચંદ્રચુડની આગેવાનીમાં પ્રતિ દિવસ ૩૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ માત્ર એક વખત જ નહીં, પરંતુ ૯ વખત થયેલું છે. ૧ જુલાઈ ના રોજ સુપ્રીમ કોર્ટ માટે એક માથા સમાચાર રૂપ કિસ્સો સામે આવ્યો હતો જેમાં કુલ પડતર કહેશોની સંખ્યા ૭૨ હજારને પાર પહોંચી હતી. સમયમાં ચીફ જસ્ટિસ તરીકે કાર્ય કરી રહેલા એન.વી રમનાયે ૨૦૦૦ કેસોનો નિકાલ ત્વરિત કર્યો હતો અને પડતર કેસો ૭૦,૦૦૦ સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયા હતા. એટલુંજ નહીં ચીફ જસ્ટિસ લાલિતના કાર્યકાળ દરમિયાન ઓક્ટોબર થી નવેમ્બરના સમય વચ્ચારે કેસોની સંખ્યા ૬૯૭૮૧ સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ડિસેમ્બર ૧ના રોજ કેસોમાં થોડા અંશે ઘટાડો નોંધાયો હતો.

જસ્ટિસ ડિ.વાઇ. ચંદ્રચુડના કાર્યકાળ દરમિયાન નવેમ્બર ૯ થી ડિસેમ્બર ૧૬ દરમિયાન કુલ કેસની સંખ્યા ૫૮૯૮ એ પહોંચી હતી જેમાં કોર્ટે ૬૮૪૪ કેસોનો નિકાલ કર્યો હતો. જે કુલ ૧૧૬ ટકા કેસનો ભરાવો ઘટાડયો હતો. જે કેસની સંખ્યા ઘટી તેમાં ૧૩૫૩ ટ્રાન્સફર અંગેની પિટિશન હતી, અને ૧૧૬૩ કેસો જામીન અંગેના હતા. જે સમયે જસ્ટિસ ડી.વાઈ ચંદ્રચુડ દ્વારા ચીફ જસ્ટિસનો કાર્યભાર સંભાળવામાં આવ્યો તે સમયે એકજ દિવસમાં ૨૭૭ નવા કેસો દાખલ થયા હતા. જ્યારે ૧૬ ડિસેમ્બરના રોજ એકજ દિવસમાં ૨૪૬ કેસ નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટ માટે સૌથી મોટી ચેલેન્જ એ છે કે જે ૫૪ કેસના બંચમાં ૪૮૮ પિટિશન દાખલ કરવામાં આવેલી છે જે સાંભળવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા નવ જજ, સાત જજ અને પાંચ જજની પેનલ એટલે કે બેંચ નક્કી કરવાની છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલતના ૯ ન્યાયાધીશોને નોટિસ બજાવવામાં આવી છે જેનું મુખ્ય કારણ એ છે કે આણંદ કોર્ટમાં ૧૯૭૭ માં કરેલો દાવો હજુ પણ પેન્ડિંગ છે જે અંગેની ગુજરાત હાઇકોર્ટને જાણ થતા નીચલી અદાલતના નવ ન્યાયાધીશોને કંટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ બજાવવામાં આવેલી છે. હાઇકોર્ટની બેંચે કહેવામાં આવેલી વાતનું કોઈ પણ કારણોસર

ઉલંઘન કરવા અથવા તો તેને ઇગ્નોર કરવાની વાત યાને આવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પગલું લેવામાં આવ્યું છે. ૧૯૭૭માં આણંદ કોર્ટમાં મિલક્ત અંગે દાવો કરવામાં આવ્યો હતો જે બાદ નીટલી અદાલતે ૧૯૮૫ માં આ દાવા અંગે પોતાનો નિર્ણય પણ સંભળાવ્યો હતો ત્યારબાદ આ કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો જેને ફરી નીચલી અદાલત એટલે કે આણંદ કોર્ટ ખાતે પરત કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈ યોગ્ય નિકાલ અથવા તો નિર્ણય ન આવતા ગુજરાત હાઇકોર્ટે આણંદ કોર્ટને કરેલો દાવો ડિસેમ્બર ૩૧,૨૦૦૫ સુધીમાં પૂર્ણ કરવાની સમય અવધિ પણ આપી હતી. એનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી આ અંગે ગુજરાત હાઇકોર્ટે દરેક ન્યાયાધીશ કે જેમની પાસે આ કેસ અથવા તો દાવો આવેલો હતો તેમની પાસે જવાબ પણ માંગ્યો છે અને કંટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ પણ બજાવવામાં આવી છે. હાઈકોર્ટે ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ યોગ્ય જવાબ આપવા જણાવ્યું છે.