મુંબઇ,
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રકાશિત થયો ત્યારથી, તેઓ દરરોજ ભારે નુક્સાનનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં એક પછી એક ડીલ પણ તેના હાથમાંથી સરકી રહી છે. એક મહિનાની અંદર, અદાણી અબજોપતિઓની યાદીમાં ૨ થી ૪, પછી ૧૦, પછી ૨૦ અને પછી ૨૫માં સ્થાને સરકી ગઈ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી ૨૯માં સ્થાને સરકી ગયા છે. હાલમાં તેમની સંપત્તિ ૪૨.૭ બિલિયન ડોલર બાકી છે. જ્યારે આજથી માત્ર એક મહિના પહેલા તેઓ ચોથા સ્થાને હતા.ગૌતમ અદાણીની નેટવર્થ સતત ઘટી રહી છે તો બીજી તરફ તેમના હાથમાંથી એક પછી એક મોટી ડીલ નીકળી રહી છે. હિન્ડેનબર્ગના પાયમાલથી બચવા માટે નવી વ્યૂહરચનાનાં ભાગરૂપે, અદાણી ગ્રૂપે વ્યાપાર વિસ્તરણને અટકાવી દીધું હશે અને ઇન્ડિયા સાથેના સોદામાંથી પાછું ખેંચ્યું હશે.પરંતુ તેમના દ્વારા લેવામાં આવેલા પગલા સાથે, તેમના સોદા જે પૂર્ણ થવાના આરે હતા તે પણ રદ્ થઈ રહ્યા છે. તાજેતરનો કેસ ઓરિએન્ટ સિમેન્ટ સાથે સંબંધિત છે. બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર, સીકે ??બિરલા ગ્રૂપની કંપની ઓરિએન્ટ સિમેન્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર સાથેનો સોદો રદ થયો છે.
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અમીરોની યાદીમાં ૨૬માં સ્થાન પર રહેલા ગૌતમ અદાણીને બુધવારે ૨૨ ફેબ્રુઆરીએ મોટો આંચકો લાગ્યો હતો અને તેણે ૬ બિલિયન ડોલરથી વધુની સંપત્તિ ગુમાવી હતી. શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ફરી એકવાર તેની તમામ ૧૦ કંપનીઓના શેર લાલ નિશાન પર ટ્રેડ થયા.
સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં જોવા મળ્યો હતો. શેરોમાં ઘટાડાને કારણે તેમની નેટવર્થ ઇં૪૩.૪ બિલિયન થઈ ગઈ અને તે અમીરોની યાદીમાં વધુ એક સ્થાન સરકીને ૨૬મા નંબરે આવી ગયો.
આ સપ્તાહની શરૂઆતમાં, ગૌતમ અદાણીએ સોમવારે પાવર ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડમાં હિસ્સા માટે બિડ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયા લિમિટેડના શેરધારકોમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને દામોદર વેલી કોર્પનો પણ સમાવેશ થાય છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. ૨,૫૦૦ કરોડ છે.