હેવાને પોતાની હવસ સંતોષવા સગીરાને પીંખી, ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

રાજકોટ,

શું સલામત છે ગુજરાત? રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.જેમાં સગીરા પર સગા બનેવીએ વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. આથી સગીરા ત્રણ વખત ગર્ભવતી બની હતી અને ત્રણેય વખત બનેવીએ ગર્ભપાત કરાવ્યો હતો. આ કેસ ઉપલેટા કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ આ કેસ કોર્ટમાં ચાલતા સગીરાના રાજકોટ રહેતા મંગેતરે પણ હવસનો શિકાર બનાવ્યાનું ખુલ્યું છે.

મંગેતરે પણ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હતો. બાદમાં સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. જોકે, મૃત બાળકને બારોબાર દફનાવી દેવાના મામલે મંગેતર સામે પણ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.