રાંચી, ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન ચૂંટણીના રાજકીય મેદાનમાં ઉતરી ગયા છે. ગાંડેય વિધાનસભા સીટથી થનારી પેટાચૂંટણીમાં ઝારખંડ મક્તિ મોર્ચાએ તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ તો ચૂંટણી રેલીમાં જોવા મળતા જ હતા, પણ તેઓ ખુદ ચૂંટણીમાં ઊભા રહેશે કે નહીં, તેને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. હવે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઈ ગઈ છે. આ સીટ પર ૨૦ મેના રોજ મતદાન થશે.
જેએમએમે કહ્યું કે, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ અને ગાંડેય વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૪માં ઝારખંડ મુક્તિ મોર્ચાના ઉમેદવારની છેલ્લી યાદી જાહેર કરવામાં આવે છે. જમશેદપુર લોક્સભા વિસ્તારથી સમીર મોહન્તી ચૂંટણી લડશે. તો વળી ગાંડેય વિધાનસભા સીટથી કલ્પના સોરેનને ઉમેદવાર બનાવામાં આવે છે. નામની જાહેરાત પહેલાથી જ કલ્પના સોરેને ગાંડેય સીટ પર પોતાની તૈયારી શરુ કરી દીધી હતી. આ સીટ ઝારખંડ ગિરિડીહ જિલ્લામાં આવે છે. તાજેતરના દિવસોમાં કલ્પનાએ જેએમએમના કાર્યર્ક્તા સંમેલનને પણ સંબોધન કર્યું હતું.
હેમંત સોરેનની ધરપકડ પહેલા જ કલ્પના સોરેનના નામની ચર્ચા ઝારખંડના રાજકારણમાં થવા લાગી હતી. જ્યારે હંમેત સોરેનને ઈડી ધરપકડ કરી શક્તી હતી, તેમણે પાર્ટી નેતાઓની એક બેઠક પોતાના નિવાસસ્થાને બોલાવી હતી. આ બેઠકમાં કલ્પના સોરેન પણ જોડાયા હતા. આ બેઠકમાં કલ્પના સોરેનની તસ્વીર વાયરલ થઈ હતી.