રાંચી, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્ય સીતા સોરેને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં જ સીતા સોરેનનું નામ નોટ ફોર વોટ કેસમાં સામે આવ્યું હતું. જેએમએમમાંથી રાજીનામું આપી તેઓ ભાજપમાં સામેલ થઇ ગયા હતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તેણે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ સમક્ષ ટ્રાયલનો સામનો કરવો પડશે, જે ૨૦૧૨ના હોર્સ ટ્રેડિંગ કેસમાં સાક્ષીઓની તપાસ કરી રહી છે.
સીતા સોરેન જેએમએમના વડા શિબુ સોરેનની મોટી વહુ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી છે. તે દુમકાની જામા વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકી છે.
વર્ષ ૨૦૦૯માં, શિબુ સોરેનના મોટા પુત્ર અને જેએમએમના તત્કાલીન મહાસચિવ દુર્ગા સોરેનનું બોકારોમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તે સમયે તેની ઉંમર માત્ર ૩૯ વર્ષની હતી. મૃત્યુનું કારણ કિડની ફેલ હોવાનું જણાવાયું હતું.
પાર્ટીમાં હેમંત સોરેનનું કદ તેમના મોટા ભાઈના અવસાન પછી જ વયું. જોકે, તેમ છતાં તેમને ક્યારેય હેમંતની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક તે આ વાતને લઈને નારાજ છે. સીતા સોરેન અવારનવાર રાજ્યમાં ગેરકાયદે માઈનિંગ અને ટ્રાન્સપોર્ટેશનના મુદ્દે અવાજ ઉઠાવતી રહી છે.
ઓડિશાના મયુરભંજમાં જન્મેલી સીતા સોરેને ૧૨મા સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પિતાનું નામ બોડુ નારાયણ માંઝી અને માતાનું નામ માલતી મુર્મુ છે. તેમને ત્રણ દીકરીઓ છે. સીતા સોરેન પણ વાંચનનો શોખીન છે અને મુનશી પ્રેમચંદ્રને સાહિત્યના ક્ષેત્રમાં પોતાનો આદર્શ માને છે.
ઓક્ટોબર ૨૦૨૧ માં, તેમની બે પુત્રીઓ રાજશ્રી સોરેન અને જયશ્રી સોરેને તેમના પિતાના નામે એક પાર્ટી બનાવી. તેનું નામ દુર્ગા સોરેન સેના રાખવામાં આવ્યું હતું.
બંને પુત્રીઓએ કહ્યું હતું કે તેનો હેતુ રાજ્યમાં ભ્રષ્ટાચાર, વિસ્થાપન, જમીન લૂંટ અને અન્ય મુદ્દાઓ સામે લડવાનો છે. તેમની પુત્રી રાજશ્રીએ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને જયશ્રીએ કાયદાનો અભ્યાસ કર્યો છે.