નવીદિલ્હી, ઈડી દ્વારા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી સ્થિત ઘરેથી બીએમડબ્લ્યુ કાર મળી આવી હતી. તે કોંગ્રેસના નેતા ધીરજ સાહુની માનેસર સ્થિત કંપનીના નામે નોંધાયેલ છે. ઈડીના સૂત્રોએ ઈન્ડિયા ટીવીને આ માહિતી આપી છે. આ મામલામાં ઈડીએ કોંગ્રેસ નેતા ધીરજ સાહુને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, ED એ ૧૦ ફેબ્રુઆરીએ ધીરજ સાહુને પૂછપરછ માટે બોલાવ્યા છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈક્ધમટેક્સે ઝારખંડમાં કોંગ્રેસ નેતા ધીરજ સાહુના ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડામાં રૂ. ૩૫૧ કરોડની રોકડ અને બિનહિસાબી સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ૧૦ દિવસ સુધી ચાલેલા આ દરોડામાં ૪૦ નોટ કાઉન્ટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર ગુરુગ્રામની ભગવાન દાસ હોલ્ડિંગ્સ લિમિટેડ નામની કંપનીના નામે રજીસ્ટર છે. આ કંપની બિઝનેસમેન અને કોંગ્રેસ નેતા ધીરજ સાહુની છે. બીએમડબ્લ્યુ કાર ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ લેવામાં આવી હતી. આ કાર ઈડીને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનના દિલ્હીના ઘરેથી મળી આવી હતી. ઈડીએ તેને જપ્ત કરી લીધો હતો.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ હેમંત સોરેનની લાંબી પૂછપરછ બાદ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર ઝારખંડ હાઈકોર્ટમાં ૧૨ ફેબ્રુઆરીએ સુનાવણી થશે. સોરેને ઈડી દ્વારા તેમની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયમૂત રાજેશ કુમારની ડિવિઝન બેન્ચે કેન્દ્રીય એજન્સીને સોરેનની અરજી પર ૯ ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. ૩૧ જાન્યુઆરીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તરત જ ઈડીએ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરી હતી.