હેલ્મેટ ન પહેરવા બદલ રશ્મિકા મંદન્નાએ ફેન્સનેે ઠપકો આપ્યો

મુંબઇ,

રશ્મિકા મંદન્નાએ બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક જબરદસ્ત ઓળખ બનાવી છે. સાઉથથી લઈને ટોલીવુડ સુધી કામ કરતી અભિનેત્રીએ તેની ફેન ફોલોઈંગ બમણી કરી છે. જો કે અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ રશ્મિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ફેન્સથી ખૂબ જ નારાજ જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ ઈન્ડસ્ટ્રીની ચુલબુલી એક્ટ્રેસની આ અનોખો વાયરલ અંદાજ.

સોશિયલ મીડિયા પર રશ્મિકાનો એક વીડિયો વાયરલ થયો છે. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી નવી તમિલ ફિલ્મ ફટ્ઠિૈજેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંબંધમાં રશ્મિકા મંદાના એક ઈવેન્ટમાં પહોંચી હતી. હાલમાં જ ચેન્નાઈમાં આ ફિલ્મનો ઓડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં તે હાજર હતી. હવે આ ઘટના બાદ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રશ્મિકા તેના એક ફેન્સને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ ઠપકો આપતા જોવા મળી રહી છે.

રશ્મિકાની આગામી ફિલ્મ ‘વરિસુ’ના ઓડિયો લોન્ચનું આયોજન ૨૪મી ડિસેમ્બરે ચેન્નાઈના નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ રશ્મિકા કારમાં બેસીને પોતાની હોટલ જવા નીકળી હતી. આ દરમિયાન તેણે જોયું કે કેટલાક ફેન્સ તેને ફોલો કરી રહ્યાં છે અને તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રશ્મિકા પોતાની કાર રોકે છે અને ફેન્સ સાથે વાત કરે છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે, અભિનેત્રી ફેન્સને શું કહી રહી છે. હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવવા બદલ તે ફેનને ઠપકો આપી રહી છે. આ પછી, જ્યારે ફેન કહે છે કે હવે તે હેલ્મેટ પહેરશે, તો રશ્મિકા મંદન્ના ત્યાંથી નીકળી ગઈ. સોશિયલ મીડિયા પર લોકો રશ્મિકાની આ કેરિંગ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના વખાણના કરી રહ્યા છે.