
વેજલપુર ગામના વિવિધ વિસ્તારોમાં બાળકો ને કુપોષણ તેમજ હેલ્થ માટે હેલ્લો ડોકટર નો લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમો યોજાયો કાલોલ તાલુકાના વેજલપુર ગામના વિવિધ વિસ્તારોમાં બાળકો ને કુપોષણ તેમજ હેલ્થ માટે હેલ્લો ડોકટર નો લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમો પંચમહાલ જિલ્લામાં પોષણ ઘટાડવા અને સ્વચ્છતા પર જાગૃતિ લાવવાના ઉદ્દેશયથી ચેરીટેબલ ફાઉન્ડેશન અને કન્ઝ્યુમર ગુડસ કંપની યુનિલિવર દ્વારા હેલ્લો ડોકટર બેન મફત કોલ સેવા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ ટેકનોલોજીના ઉપયોગથી પોષણ સાથે સાબુથી હાથ ધોવોને પ્રોત્સાહન આપવાના કાર્યને આગળ ધપાવામાં આવે આ પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં એક લાખ જેટલી સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ સુધી પહોંચી કુપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માં આવશે સમગ્ર રાજ્યમાં હેલો ડોક્ટર બેન કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠા અને છોટાઉદેપુર જિલ્લા થી શરૂઆત થઈ જેમાં કાર્યક્રમને સફળતા મળતા હવે પંચમહાલ જિલ્લામાં તેની શરૂઆત ગ્રુપ એમ દ્વારા કરવામાં આવેલ છે.

જેના ભાગરૂપે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રોજેક્ટનું નિર્દેશન કરી પ્રોજેક્ટનું રૂપરેખા વિશે માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ટી.એચ.ઓ શ્રી સીડીપીઓ શ્રી ને આપવામાં આવી હતી કુપોષણ ઘટાડવા માટેના મહત્વપૂર્ણ ડિજિટલ અભિગમ સાથે લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ટેકનોલોજીના કરવામાં આવી હતી હેલ્લો ડોક્ટર બેન મફત કોલ જેવા પ્રોજેક્ટમાં ૯૨૨૭૬ ૯૨૨૭૬ નંબર દ્વારા જોડાઈ સગર્ભમાં સ્ત્રીઓ અને જેમના બાળક છ વર્ષની ઉંમરના છે.

તેવા માતા પિતાને તેમના બાળકોના સ્વાસ્થ્ય જીવન માટે પાયાની પોષણ પ્રાણી પોષણ તેમજ આરોગ્ય સંભાળ અને સંસ્થા માટેનો સંદેશ પહોંચ શે તેમજ આ કાર્યક્રમ થકી ગ્રામની વિસ્તારમાં માતા પિતા અને બાળકોને સ્વાસ્થ્ય તેમજ સ્વચ્છતા વિશેની મહત્વપૂર્ણ માહિતી તેમને અનુકૂળતાએ અને ગમે ત્યાંથી મફત તેમના મોબાઈલ ફોન પર પહોંચશે તો જિલ્લાના દરેક લાભાર્થી આ કાર્યક્રમનો લાભ પોહચશે તો જિલ્લા ના દરેક લાભાર્થી આ કાર્યક્રમ નો નો લાભ લે તેવી આશા છે અને પંચમહાલ જિલ્લો કુપોષણ સામે લડત આપી શકે તે હેતુ માટે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત ના સભ્ય અને ગામજનો એ આવકાર્યો હતો અને આ કાર્યક્રમ ને મહિલાઓએ લાઈવ ટેલિકાસ્ટ નિહાળી બાળકો ના હેલ્થ માટે ની તમામ માહિતી મેળવી હતી
રિપોર્ટર : નુર બાલા