હાર્ટએટેકથી ડરો નહિ તો મોત આવશે: સુરતમાં જન્મદિવસના બીજા દિવસે જ યુવાનનું કરૂણ મોત

ગુજરાતમાં હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને સુરત હાર્ટએટેકનું સેન્ટર બન્યું છે. અહી રોજ કોઈને કોઈના મોત થઈ રહ્યાં છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, હાર્ટએટેકથી મોત પામનારા લોકો ઓછી ઉંમરના છે. સુરતમાં હાર્ટ અટેકથી મોતની ઘટના યથાવત છે. સુરતમાં હાર્ટ અટેકથી યુવાનનું મૃત્યુ થયું છે. જન્મદિવસના બીજા દિવસે જ યુવાનનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

33 વર્ષના કિરણ સોલંકી નામના યુવાને હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યો છે. મૃતક કિરણ સોલંકી આયકર વિભાગમાં ડ઼્રાઈવરની નોકરી કરતા હતા. આજે સવારે નોકરી પર હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર મળે તે પહેલા જ યુવાને જીવ ગુમાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગતરોજ ગુરુવારે કિરણનો 33મોં જન્મદિવસ હતો.

આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 

વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.