હવેથી મહિલા અમ્પાયરોને પણ રણજી ટ્રોફીમાં ફરજ બજાવવાની તક મળશે.

મુંબઇ,

છેલ્લા એક વર્ષમાં બીસીસીઆઈએ ક્રિકેટને લગતા ઘણા બધા મોટા નિર્ણયો લીધા છે, જેનાથી ભારતીય ક્રિકેટમાં ક્રાંતિકારી ફેરફાર આવ્યો છે. ખાસ કરીને મહિલા ક્રિકેટમાં લેવાયેલા નિર્ણયોથી ફેરફાર થયા. પહેલા મહિલા અને પુરૂષ ખેલાડીઓની મેચ ફી સમાન કરવામાં આવી હતી, ત્યારબાદ મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મહિલા બીસીસીઆઇની જાહેરાત કરવામાં આવી હતી અને હવે ફરી એકવાર બીસીસીઆઇએ મહિલાઓને લગતો મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે હવેથી મહિલા અમ્પાયરોને પણ રણજી ટ્રોફીમાં ફરજ બજાવવાની તક મળશે. અત્યાર સુધી આવું પહેલાં ક્યારેય બન્યું નથી.

બીસીસીઆઈ ટૂંક સમયમાં મહિલાઓ માટે અમ્પાયરિંગ ટેસ્ટ લેવા જઈ રહી છ. અમ્પાયરિંગ ટેસ્ટ પાસ કરીને ડ્રાટ લિસ્ટમાં સામેલ મહિલાઓ, ટુંક સમયમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં અમ્પાયરિંગ કરતી જોવા મળશે. જે ત્રણ મહિલાઓને આ માટે પસંદ કરવામાં આવી છે. તેઓ હાલમાં મેચો દરમિયાન અફિશિએટિંગ કે જેઓ સ્કોરરનું કામ અને અન્ય મેદાનની બહારનું કામ કરે છે અને રણજી ટ્રોફીમાં પણ જોવા મળશે.

આ વખતે રણજી ટ્રોફીમાં જે ત્રણ મહિલાઓની પસંદગી કરવામાં આવી છે, તેમાં મુંબઈની વૃંદા રાઠી, ચેન્નાઈની જનની નારાયણ અને ગાયત્રી વેણુગોપાલનનો સમાવેશ થાય છે. આ ત્રણેય મહિલા અમ્પાયર રણજી ટ્રોફીની આ સિઝનમાં અર્પણ કરશે. બીસીસીઆઈના અધિકારીને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં રણજી ટ્રોફીમાં મહિલા અમ્પાયરો પણ જોવા મળશે. આગામી સિઝન માટે, તે મહિલા અમ્પાયરોની યાદી તૈયાર કરશે, જેમાં સામેલ મહિલાઓ અમ્પાયરિંગની પરીક્ષા પાસ કરશે અને સ્થાનિક ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે ભાગ લેશે.

મુંબઈના મેદાન પર વૃંદા રાઠી સ્કોરર તરીકે કામ કરતી હતી. દરમિયાન, લાહ ન્યૂઝીલેન્ડના આંતરરાષ્ટ્રીય અમ્પાયર કેથી ક્રોસને મળ્યા, જેમણે વૃંદાને અમ્પાયરિંગ ક્ષેત્રે નસીબ અજમાવવાની સલાહ આપી. બીજી તરફ ચેન્નાઈની જનની નારાયણે મહિલા અમ્પાયર બનવા માટે પોતાની નોકરી છોડી દીધી હતી. આ સિવાય ગાયત્રી વેણુગોપાલ પણ ક્રિકેટર બનવા માંગતી હતી પરંતુ ગાયત્રીને ખભાની ઈજા થતા, મહિલા ક્રિકેટર બનવાનું તેનું સપનું તુટી ગયું. જોકે, ગાયત્રી વેણુગોપાલ ક્રિકેટને પોતાનાથી દૂર થવા દીધું નથી. આ ત્રણેય મહિલાઓ આ વખતે રણજી ટ્રોફીમાં જોવા મળશે, જ્યારે તેઓ બીસીસીઆઇની અમ્પાયરિંગ ટેસ્ટ પાસ કરશે તો તેઓ આવતા વર્ષે મેદાન પરના અમ્પાયર તરીકે ઊભેલી જોવા મળશે.