હવે વિવેક અગ્નિહોત્રીની પણ મહાભારત બનાવવાની ઘોષણા

વિવેક અગ્નિહોત્રીએ મહાભારત પર આધારિત ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે. તેણે મહાભારત પર સંશોધનનો દાવો પણ કર્યો હતો.  જોકે તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે મહાભારત ફિલ્મને એક પૌરાણિક કથા તરીકે નહીં પરંતુ એક ઇતિહાસની માફક બનાવશે. 

વિવેક અગ્નિહોત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, અત્યાર સુધી મહાભારતને બોક્સ ઓફિસ માટે બનાવવામાં આવી છે. પરંતુ હું લોકો માટે બનાવીશ. મારી મહાભારત ફિલ્મ અર્જુન કે ભીમ જેવાં પાત્રો નહીં પણ ધર્મ -અધર્મના મુદ્દા પર આધારિત હશે. 

 વિવેક અગ્નિહોત્રીની ‘ધ કશ્મીર ફાઇલ્સે ‘ બોક્સ ઓફિસ પર તડાકો બોલાવ્યો હતો. હવે તેની ‘ધ વેક્સિન વોર ‘ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે અને જલદી જ રિલીઝ થવાની છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણના એસએસ રાજામોલીએ પણ મહાબારત બનાવવાની ઘોષણા કરી છે.