હવે યુરોપિયન યુનિયન યુક્રેનની મદદ માટે આગળ આવ્યું, રશિયા સામે લડવા માટે ૧.૯ બિલિયન યુરો આપ્યા

રશિયા-યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં આ યુદ્ધનો અંત આવે તેવું લાગતું નથી. દરમિયાન, યુરોપિયન યુનિયનએ કિવને ૧.૯ બિલિયન યુરોની સહાય પૂરી પાડી હતી.

ઇયુ પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે યુક્રેન સુવિધા હેઠળના ભંડોળનો હેતુ યુક્રેનિયન રાજ્યની સામાન્ય કામગીરીને સુનિશ્ર્ચિત કરવાનો છે કારણ કે તે તેની સ્વતંત્રતા માટે લડે છે. તેમણે યુક્રેન સાથેની વાતચીતને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી અને કહ્યું હતું કે કિવ યુનિયનમાં તેનું યોગ્ય સ્થાન લેશે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે વાતચીતની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ હતી, ઇયુ વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહ્યું. તમે અમારા સંગઠનમાં યોગ્ય સ્થાન મેળવશો. અમે યુક્રેન ફેસિલિટી હેઠળ ૧.૯ બિલિયન યુરોની સહાય પૂરી પાડી છે. જ્યારે તમે સ્વતંત્રતા માટે લડી રહ્યા હોવ ત્યારે યુક્રેનમાં વસ્તુઓ સામાન્ય રહે તેની ખાતરી કરવા માટે આ સહાય આપવામાં આવી રહી છે.

અગાઉ મંગળવારે, ઈયુએ ગયા અઠવાડિયે બ્લોકના સભ્ય દેશોની મંજૂરી મેળવ્યા પછી યુક્રેન અને મોલ્ડોવા બંને સાથે વાટાઘાટો શરૂ કરી હતી. હંગેરીના પગલાને અવરોધિત કરવાના પ્રયત્નો છતાં બ્લોકના ૨૭ સભ્યો દ્વારા કરાર ગયા અઠવાડિયે થયો હતો. જો કે, એવી કોઈ ગેરેંટી નથી કે વાટાઘાટો ઈયુ સભ્યપદ તરફ દોરી જશે કારણ કે તુર્કી અને કેટલાક પશ્ર્ચિમી બાલ્કન રાજ્યોએ વાટાઘાટો પ્રક્રિયામાં વર્ષો વિતાવ્યા છે.