
મુંબઇ,
સ્ટાર ભારતના લોન્ચીંગ શો રાધા કૃષ્ણા આખરે બંધ થવા જઇ રહ્યો છે.આ શોએ પોતાના કોન્ટેંટ અને એકિટંગના કારણે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. રાધા કૃષ્ણાએ દર્શકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી અને લોકોને રાધા કૃષ્ણાના શાશ્ર્વત પ્રેમ કહાનીની રૂબરૂ કરાવ્યા શો ચાર વર્ષથી ચાલે છે પરંતુ હવે આ ટીવી શો બંધ થવા જઇ રહ્યો છે.
આ શોમાં સુમેધ મુદ્રલકર શ્રી કૃષ્ણાની ભૂમિકામાં નજરે આવે છે જયારે મલ્લિકા સિંહ શોમાં રાધાની ભૂમિકા ભજવી રહી છે.અહેવાલો અનુસાર ૧૪ જાન્યુઆરી ૨૦૨૩માં શોનો અંતિમ એપિસોડ પ્રસારિત કરવામાં આવશેં હવે આ શોની જગ્યા એક નવો શો લેશે નવા શોનું નામ છે મેરી સાસ ભૂત હૈ, જોવાનું રસપ્રદ છે કે શું આ શો પણ રાધા કૃષ્ણાની જેમ લોકપ્રિય થશે આમ તો સ્ટાર ભારત પોતાના નવી રીતની કોન્ટેંટ માટે જાણીતુ છે.
રાધાકૃષ્ણાના નિર્માતા સિધાર્થ કુમાર તિવારી,રાહુલ કુમાર તિવારી અને ગાયત્રી ગિલ તિવારી છે શોને સ્વાસ્તિક પ્રોડકશન્સ હેઠળ બનાવવામાં આવી છે રાધાકૃષ્ણાનું નિર્દેશન રાહુલ તિવારી કરે છે શોનો પહેલો એપિસોડ ૧ ઓકટોબર ૨૦૧૮ના રોજ ઓનએયર થયો હતો.