
પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા કોરોના વાઇરસ સામે વધુ એક વેક્સિન કોવોવેક્સનું નિર્માણ શરૂ કરી દેવાયું છે. ક્લિનિકલ ટ્રાયલમાં કોવોવેક્સ 90 ટકા સુધી કારગર રહી હતી. સીરમ દ્વારા અગાઉથી કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને હવે તેણે કોવોવેક્સનું ઉત્પાદન શરૂ કર્યું છે.
કોવોવેક્સ વેક્સીનની શોધ નોવાવેક્સ કંપનીએ કરી છે. કોવોવેક્સની પહેલી બેચના નિર્માણની જાણકારી ખુદ સીરમના CEO અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને આપી છે. પૂનાવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘પૂણેમાં અમારી ફેસિલિટીમાં ચાલુ સપ્તાહે કોવોવેક્સની પહેલી બેચનું નિર્માણ થતું જોઇને ઘણો આનંદિત છું. આ વેક્સિનમાં 18 વર્ષથી ઓછી ઉંમરની આપણી ભાવિ પેઢીની રક્ષા કરવાની ક્ષમતા છે. જેના ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે.’
, ભારતને ટૂંક સમયમાં જ બીજી કોરોનાની વેક્સિન મળી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમેરિકન કંપની નોવાવેક્સના સહયોગથી ભારતમાં બીજી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ વેક્સિન ભારતમાં કોવોવેક્સ નામથી લોન્ચ કરવામાં આવશે. સીરમ સંસ્થાના CEO આદર પૂનાવાલાએ આ અંગે માહિતી આપી હતી. ક્લિનિકલ ટ્રાયલમાં Covovax 90 ટકાથી વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.