હવે રિયા ચક્રવર્તી દેશ બહાર નહીં જઇ શકે, કોર્ટે ચુકાદો આપ્યો

મુંબઇ, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી કાનૂની લડાઈ લડી રહી છે. આ કેસમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ અભિનેત્રી વિરુદ્ધ એક પરમેનન્ટ લુક-આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો, જેમાં કોર્ટની પૂર્વ મંજૂરી વિના તેના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને તેમના પિતા દ્વારા તેમની સામે જારી કરાયેલ લુક-આઉટ સર્ક્યુલરને રદ કરવાની માંગ કરતી અરજી પર પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ચાલી રહેલી તપાસ વચ્ચે સીબીઆઈએ આ ત્રણેય વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો.ત્રણેયએ લુક આઉટ નોટિસ સામે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને આ અપીલ પર સુનાવણી કરતા મુંબઈ હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. લુક આઉટ સર્ક્યુલર જારી કરવાના કિસ્સામાં આરોપી દેશ છોડી શકશે નહીં. આમ છતાં જો તે બહાર જવા માંગતો હોય તો તેના માટે કોર્ટની પરવાનગી લેવી ફરજિયાત છે.

આવી સ્થિતિમાં હવે રિયા ચક્રવર્તી પણ કોઈ વિદેશ પ્રવાસ પર નહીં જઈ શકે. આનો અર્થ એ છે કે તે તેના કોઈપણ શૂટમાં ભાગ લઈ શકશે નહીં જેનું આયોજન દેશની બહાર કરવામાં આવી રહ્યું છે.જો કે, ડિસેમ્બર ૨૦૨૩માં, હાઈકોર્ટે એક સપ્તાહ માટે એલઓસીને સ્થગિત કરી દીધું કારણ કે રીયા પાસે દુબઈમાં કેટલીક કામ બાબતે કમિટમેન્ટ હતી. એ બાદ આ વર્ષે અભિનેત્રી દ્વારા તેના ભાઈ શોવિક અને તેના પિતા સાથે મળીને અરજી દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે એલઓસી રદ કરવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે.