હવે રાહુલ દ્રવિડની છુટ્ટી નક્કી? બીસીસીઆઇ મોટો નિર્ણય લેવા પર વિચાર કરી રહી છે

મુંબઇ,

ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ભારતીય ટીમને સેમીફાઇનલમાં મળેલી શરમજનક હાર બાદ ઘણું બધુ બદલાયું છે. ટી ૨૦ ફોર્મેટ રમવાની રીત, મેનેજમેન્ટ અને ખેલાડીઓ-સ્ટાફમાં બદલાવની વાત કરી રહી છે. પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે જૂની સિલેક્શન સમિતિને સસ્પેન્ડ કરીને, નવી સિલેક્શન સમિતિ બનાવવાનો નિર્ણય લીધો અને હવે ટીમ મેનેજમેન્ટના બદલાવની તૈયારી ચાલી રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે, બોર્ડ હવે ટી ૨૦ ફોર્મેટ માટે અલગ કેપ્ટન સાથે-સાથે અલગ કોચ પણ તૈનાત કરવાની તૈયારીમાં છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ મુજબ, હવે આ ઓપ્શન પર સખ્તાઇથી વિચાર કરી રહી છે કે ટી ૨૦ ફોર્મેટ માટે અલગ કોચની નિમણૂક કરવામાં આવે, ટીમનું બીઝી શેડ્યૂલ ન માત્ર ખેલાડી, પરંતુ સપોટગ સ્ટાફ માટે પણ એક મોટો માથાનો દુ:ખાવો છે. એવામાં હવે રાહુલ દ્રવિડનું ફોક્સ માત્ર વન-ડે અને ટેસ્ટ પર શિટ કરી શકાય છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, બોર્ડ આ બાબતે વિચાર કરી રહ્યું છે કે ટી ૨૦ ફોર્મેટ માટે અલગ કોચ લગાવવામાં આવે. તેમાં રાહુલ દ્રવિડને લઇને સવાલ ઊભા થઇ રહ્યા નથી, પરંતુ ટાઇટ શેડ્યૂલ અને ફોર્મેટની સ્પેશિયલાઇઝ ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. ટી ૨૦નું શેડ્યૂલ આગામી સમયમાં ટાઇટ થવા જઇ રહ્યું છે, એવામાં પોતાને પણ બદલવા પડશે.

અધિકારીનું કહેવું છે કે, જાન્યુઆરી સુધી ભારતીય ટીમને નવા કેપ્ટન અને નવું ટી ૨૦ સેટઅપ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે નવી સિલેક્શન સમિતિની જાહેરાત જલદી જ કરી શકાય છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, નવી સિલેક્શન સમિતિ જ ટી ૨૦ ફોર્મેટના નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે જે હાદક પંડ્યા હોય શકે છે. રાહુલ દ્રવિડને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ બાદ ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવ્યા હતા.

તેમની આગેવાનીમાં ભારતીય ટીમે સતત ઘણા દ્વિપક્ષીય સીરિઝ પોતાના નામે કરી, પરંતુ મલ્ટિનેશનલ ટૂર્નામેન્ટમાં આવો કમાલ કરી શકી નહોતી. એશિયા કપ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં મળેલી હાર બાદ હવે નવી રીતની માગ કરવામાં આવી રહી હતી. ભારતીય ટીમ સતત ક્રિકેટ રમતી રહે છે. કેટલીક વખત રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં વી.વી.એસ. લક્ષ્મણ ભારતીય ટીમની ભૂમિકામાં નજરે પડે છે. જે અત્યારે નેશનલ ક્રિકેટ અકાદમીના ડિરેક્ટર છે. એવામાં હવે એ સંભવ છે કે, આગામી સમયમાં ટી ૨૦ ફોર્મેટ માટે અલગ કેપ્ટન અને અલગ કોચિંગ સ્ટાફ જોવા મળી શકે.