
પિથૌરાગઢ,
હાલના દિવસોમાં જોશીમઠ મોટી મોટી તિરાડો આવવાને કારણે ચર્ચામાં બનેલ છે.પરંતુ ફકત જોશીમઠ જ ખતરાની જદમાં નથી પ્રદેશના અનેક ગામ જમીન ધસી પડવાની અને મોટી મોટી તિરાડો પડી રહી છે.ઉત્તરાખંડમાં ફકત જોશીમઠ જ નહીં પરંતુ સેંકડો એવી જગ્યા છે જયાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે આથી લોકોના જીવન અને તેમના ધર મકાન સહિત સમગ્ર ગામ ખતરાની જદમાં છે.
હકીકતમાં પિથૌરાગઢનું એક ગામ એવું છે જયાં તિરાડનો દંશ સહન કરી રહ્યો છે.એક એવું ગામ તંતાગાંવ છે જેમાં ગત ૧૦ વર્ષથી તિરાડ પડી રહી છે પરંતુ આમ છતાં શાસન પ્રશાસને ન તો તે બાબતે ધ્યાન આપ્યું અને ન તો કોઇ કાર્યવાહી કરી.અહીં ૨૦૧૩થી સતત જમીન ધસી રહી છે જોશીમઠની સ્થિતિ જોઇએ છ હજાર ફીટથી વધુ ઉચાઇ પર વસેલા આ ગામના ગ્રામીણ હવે ભયમાં આવી ગયા છે.
અહીં ૨૦૧૩થી સતત જમીન ધસી રહી છે જમીન અને મકાનોમાં પ્રતિવર્ષ તિરાડો મોટી થતી નજરે પડી રહી છે.સરકારે અહીં કોઇ ભૂગર્ભીય સર્વેક્ષણ તો કરાવ્યું પરંતુ મરામત કરાવી નહીં તંતાગાંવ રોતોં ગામમાં ૨૦૧૩માં ભૂગર્ભીય હલચલે ચેતવણી આપી હતી. એ યાદ રહે કે આ ગામના ઉપરી ભાગમાં સુકલ્યા જળોતનું પાણી ગામની ભૂમિ અને મકાનોની વચ્ચે વહી રહ્યાં છે જેથી જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડ થવા લાગી છે.
વર્ષ ૨૦૧૯માં ભૂગર્ભ અધિકારીએ સ્થળનું નિરીક્ષણ કર્યું અને ખતરો બતાવ્યો ગ્રામીણ સતત માંગ કરી રહ્યાં છે પરંતુ પ્રશાસને ચુપકીદી સેવી છે.ખુબ વિરોધ બાદ સુકલ્યા સ્ત્રોત ના પાણીની સમુચિત એકમ માટે ૨૦૨૦માં ૩૫.૪૪ લાખ રૂપિયાનું ઇસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યું પરંતુ આજ સુધી તેના પર કોઇ કાર્યવાહી થઇ નહીં આ પ્રસ્તાવને વિભાગીય સ્વીકૃતિ પણ મળી નથી.
ગ્રામીણનું કહેવુ છે કે તંતાગાંવ રોતો પણ જોશીમઠ જેવા બની ચુકયું છે પરંતુ વ્યવસ્થા તરફથી કોઇ કાર્યવાહી કરી નથી ગ્રામીણોનું કહેવુ છે કે અહીં ગામ નષ્ટ થઇ ગયું અને જમીનદોસ્ત થઇ જાય તે કહી શકાય નહીં.