હવે નેટવર્ક વગર પણ કરી શકો છો Call, જાણો શું છે આ સર્વિસ

જો તમારા ફોનમાં નેટવર્ક ન હોય તો પણ તમે તમારા ફોન પરથી કૉલ કરી શકો છો. રિલાયન્સ જિયો એક ખાસ સર્વિસ લઈને આવી રહ્યું છે, જેના હેઠળ નેટવર્ક ન હોય તો પણ ફોન કૉલ કરી શકાશે.
કંપની જિયો વાઈફાઈ કૉલિંગના નામથી એક ખાસ સર્વિસ આપી રહી છે. જેની મદદથી આપ કોલ કરી શકશો. તેની પાછળ કંપનીનો હેતુ છે કે, એવી જગ્યાએ પર કોલિંગને પ્રોત્સાહન આપી શકાય જ્યાં નેટવર્ક નથી હોતા, જેવા કે ગામ કે અંતરિયાળ વિસ્તાર જ્યા નેટવર્ક નથી હોતા.

શું છે wifi કૉલિંગ સર્વિસ

આ સર્વિસ હેઠળ નેટવર્ક વગર આપ કૉલ કરી શકો છો અને રિસીવ પણ કરી શકો છો. તેના માટે તમારે એક્સ્ટ્રા ચાર્જ નહીં આપવો પડે, બસ વર્તમાન વૉઈસ પ્લાન અને એચડી વૉઈસ કમ્પેટિબલ ડિવાઈઝની જરૂરત પડશે. રિલાયન્સ જિયોએ આ સર્વિસને બિલકુલ ફ્રીમાં રાખી છે. કસ્ટમર્સ વાઈ-ફાઈ નેટવર્ક પર જિયો વાઈ-ફાઈ કોલિંગ કરી શકશે. તેમાં વૉઈય અથવા વીડિયો કોલિંગ એક્સપીરિયન્સ માટે VoLTE અને વાઈ-ફાઈન સર્વિસ વચ્ચે સ્વિચ કરવાની સુવિધા છે.
સર્વિસને આ રીતે કરો ઈનેબલ

તમારા ફોનમાં વાઈફાઈ કોલિંગ યૂઝ કરવા માટે સૌથી પહેલા તમારે એક્ટિવ વાઈફાઈ નેટવર્ક સાથે કનેક્ટ કરવું પડશે. જિયોએ કોઈ એક નેટવર્કથી સર્વિસને મર્યાદિત નથી કરી, એટલે કે કોઈ પણ ઉપલબ્ધ વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરી શકાશે. પોતાની લોકેશનના કોઈ પણ વાઈફાઈનો ઉપયોગ કરીને તમે જિયો વાઈફાઈ કોલિંગનો લાભ લઈ શકો છો.