હવે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં ઉમેદાવારોની પત્નીઓએ પણ ઝંપલાવ્યું

ભોપાલ, મધ્યપ્રદેશમાં લોક્સભા ચૂંટણી પ્રચાર વધુ રસપ્રદ બન્યો છે. આ વખતે બેઠક પરના ઉમેદાવારોની પત્નીઓએ પણ પ્રચારમાં ઝંપલાવતા મતદારોના ઉત્સાહમાં વધારો દેખાયો છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જ પોતાનો પ્રચાર કરતા હતા પરંતુ હવે આ ઉમેદવારોની પત્નીઓ પણ પોતાના પતિ માટે ઘર છોડીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

મોટા ભાગના ઉમેદવારો પુરૂષ મતદારોની વચ્ચે પહોંચીને તેમના સમર્થનમાં બને તેટલું વધુ મતદાન કરવા અપીલ કરતા જોવા મળે છે, ત્યારે તેમની પત્નીઓ મહિલા શક્તિ સુધી પહોંચીને તેમના પતિના ગુણો વિશે જણાવે છે અને તેમને મતદાન કરવા કહે છે. .

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિદિશા લોક્સભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ સમગ્ર સંસદીય સીટ પર પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે તેમની પત્ની સાધના સિંહ ચૌહાણ પણ તેમના પતિને પગલું-દર-પગલાં સમર્થન આપી રહી છે. એ જ રીતે છિંદવાડા લોક્સભા સીટ પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનાવવામાં આવેલા નકુલ નાથને તેમની પત્ની પ્રિયા નાથનું સમર્થન છે.

હાલમાં જ પ્રિયનાથનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં પ્રિયનાથ એક ખેતરમાં ઘઉંની કાપણી કરતા જોવા મળ્યા હતા.આ સિવાય પ્રિયનાથ છિંદવાડા લોક્સભા સીટ પર નારી શક્તિ સંમેલનમાં પણ ભાગ લઈ રહ્યા છે. આ પહેલા તે રંગપંચમી પર મહિલાઓ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

પ્રિયદશનીએ ચૂંટણી પ્રચાર પણ સંભાળ્યો હતો.ગુના લોક્સભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અત્યાર સુધી પ્રચારમાં સક્રિય રીતે વ્યસ્ત હતા. ગઈકાલે એટલે કે સોમવાર (૧ એપ્રિલ)થી તેમની પત્ની પ્રિયદશની પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. સોમવારે સિંધિયાની પત્ની પ્રિયદશની રાજે સિંધિયા શિવપુરી વિધાનસભાના ખોડમાં માતૃ શક્તિ સંમેલન કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી.કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે પ્રિયદશની રાજે સિંધિયાએ અચાનક કાર રોકી અને બજારમાં લોકો સાથે વાતચીત કરવા લાગી. તે એક ભોજનશાળામાં પહોંચી અને ફળ વેચનારને ફળોના ભાવ પૂછ્યા. તે પછી તે એક સાડીની દુકાને પણ પહોંચી અને લગભગ અડધો કલાક તે દુકાનમાં રહી અને પીળા રંગની સાડી પણ ખરીદી. આ દરમિયાન સ્થળ પર હાજર મહિલાઓ અને યુવતીઓ સાથે ખરીદી કરી હતી.