દુનિયાના સૌથી મોટા લોક્તંત્રના મહાપર્વની પળો હવે નજીક આવી ગઈ છે. દેશમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે નવી સરકાર બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નિ:સંદેહ, ચૂંટણી કાર્યક્રમ બેહદ લાંબો છે અને ૧૯ એપ્રિલથી શરૂ થઈને ૧ જૂન સુધી ચાલશે. બેશક, ૧૮મી લોક્સભા માટે ચૂંટણી પ્રક્રિયા બહુ લાંબી છે. એક અબજની નજીક પહોંતા મતદારો માટે સુચારુ-શાંતિપૂર્ણ મતદાનની વ્યવસ્થા કરવી આસાન પણ નથી. ભૌગોલિક જટિલતાઓ, ભારે આબાદી અને કાયદો વ્યવસ્થાના પ્રશ્ર્ન ચૂંટણી પ્રક્રિયાને લાંબી બનાવે છે. નિ:સંદેહ, આ નેતાઓ અને સરકારનો પાંચ વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનો સમય છે. આ આસમાનના તારા તોડી લાવવાના વાયદા કરવાનો સમય છે. ખામીઓને દબાવવા અને ઉપલબ્ધિઓના વખાણનો સમય છે. પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ સમય મતદારો માટે છે કે તે સારા-નરસાનો ફરક કરીને તાકક આધાર પર પોતાના કિંમતી મતનો ઉપયોગ કરે. મુશ્કેલી એ છે કે અમૃતકાળમાંથી પસાર થતા દેશમાં મતદારોનો એક મોટો વર્ગ વિષ અને અમૃતના ભેદનો સંપૂર્ણ રીતે અનુભવ નથી કરી શક્યો. ભારતીય રાજનીતિઓમાં દાગીઓની દખલ અને ધનબળનું વધતું વર્ચસ્વ એ જ દર્શાવે છે કે આપણા મતદારો આ સંવેદનશીલ મુદ્દા પ્રત્યે જાગૃત નથી થઈ શક્યા. નિશ્ર્ચિત રૂપે મતદારોનો એક વર્ગ એવો પણ છે જે મત આપવા ઘરેથી નથી નીકળતા. જે મોટો વર્ગ નીકળે છે તે પણ ધર્મ, જાતિ, ક્ષેત્ર અને ધનબળથી રચેલા સંમોહનથી મુક્ત નથી થઈ શક્તો.
વિચારણીય પ્રશ્ર્ન એ પણ છે કે કેમ આજે પણ મતદાર મફતની રેવડીઓના મોહપાશમાં જકડાયેલો છે? મતદાર પોતાના કિંમતી વોટને નાના પ્રલોભનો માટે કેમ વેડફી નાખે છે? દેશમાં પાછલા દાયકાઓમાં સાક્ષરતાનું સ્તર ઊંચું થયું છે. નિ:સંદેહ ગરીબીના આંકડામાં કાપકૂપના સરકારી દાવા કરવામાં આવે છે. દેશમાં ગરીબી એક સત્ય છે. પરંતુ સાધનવિહીનતાનો મતલબ એ ક્યારેય નથી કે આપણે નાના-નાના પ્રલોભનોમાં ફસાઈને વિવેકશીલ રીતે મતદાન ન કરી શકીએ. દેશમાં ઉત્તર, દિક્ષણમાં મતદારોના વલણમાં ભિન્નતા પણ એક મુદ્દો રહ્યો છે, પરંતુ લોક્તંત્રમાં પારદશતા, શુચિતા અને યોગ્ય પ્રતિનિધિઓની પસંદગી એક સર્વકાલીન સત્ય છે. ખરા અર્થમાં આ લોક્તંત્રનો મહોત્સવ રાજનેતાઓનો નહીં, જનતાનો છે. મતદારોએ પોતાના વોટની કિંમત સમજીને તેને બદલાવના અ રૂપે પ્રયોગ કરવો જોઇએ. તેને જાતીય, ધામક્તા, ક્ષેત્રવાદ અને આથક પ્રલોભનોને નકારીને લોક્તંત્રને સમૃદ્ઘ બનાવવું જોઇએ. તેણે વિચાર કરવો જોઇએ કે દેશની જનપ્રતિનિધિ સંસ્થાઓમાં કેમ ધનબલિઓનું વર્ચસ્વ થઈ રહ્યું છે? કેમ આમ આદમી હવે ચૂંટણી લડવાની સ્થિતિમાં નથી? કેમ જનપ્રતિનિધિ ચૂંટણી જીતતાં જ અબજોમાં આળોટવા લાગે છે? એ વિટંબણા છે કે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉપહારો, શરાબ અને રોકડના અંબારની જપ્તી એ સંકટ તરફ ઈશારો કરે છે કે ટૂંકા લાભ માટે કમજોર વર્ગના મતદારોને લોભાવવા તમામ દાવ ખેલવામાં આવે છે. નિ:સંદેહ એકવીસમી સદીના ભારતીય લોક્તંત્રમાં આ પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવો જોઇએ.