હવે મને બ્રશ કરવામાં તડકામાં બેસવાની મજા આવે છે: ૠષભ પંત

મુંબઇ,

ગત વર્ષે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ૠષભ પંત હવે ધીમી ગતિએ રિકવર થઈ રહ્યો છે. તેના રૂટિન જીવનમાં યથાવત થવા પ્રયાસ કરી રહ્યો છે. અકસ્માત બાદ ૠષભ પંતે પહેલી મીડિયા સામે આવ્યો હતો. તેના ઈન્ટરવ્યુમાં પંતે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તેની દુનિયા કેવી રીતે બદલાઈ ગઈ છે. તેણે ચાહકોને આઇપીએલ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયા અને તેની ટીમ દિલ્હી કેપિટલ્સને સમર્થન આપવા પણ વિંનતી કરી હતી.

નોંધનીય છે કે, ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ૠષભ પંતની કારનો અકસ્માત થયો હતો, જેમાં ક્રિકેટર બચી તો ગયો પરંતુ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેમને દેહરાદૂનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને સર્જરી માટે એરલિટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. હવે પંત ઘરે પરત ફર્યા છે, તે ઘોડીના સહારે ચાલે છે. તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ક્રિકેટના મેદાનમાં પરત ફરવામાં હજુ સમય લાગશે. તે આઈપીએલ અને ત્યારપછીના વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ જશે. દુર્ઘટના બાદ ૠષભ પંતનો પહેલો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે, ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું છે કે અકસ્માત બાદ તેમની વિચારસરણી કેવી રીતે બદલાઈ ગઈ છે. કેવી રીતે તેમનું જીવન બદલાઈ ગયું છે.

ૠષભ પંતે કહ્યું- હવે મને એ વાતમાં પણ ખુશી મળે છે કે હું મારા દાંત જાતે સાફ કરું છું. તડકામાં બેસી શકું છું. આપણો ટાર્ગેટ પૂરો કરતી વખતે, જાણે કે આપણે આપણા જીવનમાં નાની-નાની બાબતોને બહુ મહત્વ નથી આપ્યું. અકસ્માત પછી મને જાણવા મળ્યું છે કે દરરોજ સારો અનુભવ પણ આશીર્વાદ સમાન છે.

આ અકસ્માત બાદ ૠષભ પંત આઇપીએલ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેમને મેદાન પર પરત ફરવામાં તેમને એકથી બે વર્ષનો સમય લાગી શકે છે, જ્યારે પૂછવામાં આવ્યું કે તે ક્રિકેટને કેટલી મિસ કરી રહ્યો છે તો પંતે કહ્યું કે હું આ રમતને કેટલી મિસ કરી રહ્યો છું તેનો જવાબ આપવો મારા માટે મુશ્કેલ છે.

પંતે કહ્યું- મારું જીવન ક્રિકેટ માટે છે પરંતુ અત્યારે હું મારા પગ ઉપર ચાલવા માટે સખત મહેનત કરી રહ્યો છું. મને ક્રિકેટ રમવાનું સૌથી વધુ ગમે છે અને હું તેની રાહ જોઈ શક્તો નથી. ૠષભ પંત આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે પરંતુ હવે તે બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં ડેવિડ વોર્નર ટીમની કમાન સંભાળશે. પંતે તેના ચાહકો માટે એક સંદેશ પણ મોકલ્યો હતો.

ખુશી વ્યક્ત કરતા ૠષભ પંતે કહ્યું કે મારા માટે ઘણા શુભેચ્છકો છે. એ લોકો જે હંમેશા મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. મારા ચાહકોને એક સંદેશ એ છે કે ટીમ ઈન્ડિયા અને દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરતા રહો. બધાને ખુશ કરવા હું જલ્દી પાછો આવીશ.