હવે ખાલિસ્તાનીઓ અમેરિકા સહિત જી-૭ દેશોમાં ’કિલ ઇન્ડિયા રેલી’ કરવાની તૈયારીમા

ખાલિસ્તાન મામલે ભારત અને કેનેડા વચ્ચે તનાવ ચાલી રહ્યો છે. દરમ્યાન ખાલિસ્તાની સંગઠન શિખ ફોર જસ્ટીસે કેનેડા અને અમેરિકા સહિત જી-7 દેશોમાં કિલ ઇન્ડિયા રેલી કાઢવાનું એલાન કર્યું હતું. ખાલિસ્તાન સંગઠને 21 ઓકટોબર અમેરિકા, કેનેડા સહિત જી-7ના 7 દેશોમાં આ રેલી કાઢવાનું આયોજનકર્યું છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ ભારતીય દૂતાવાસોની બહાર આ રેલી યોજાશે. ભારત વિરુધ્ધ એજન્ડાચલાવનાર આ ખાલીસ્તાની સંગઠન આ દેશોનેમાંગ કરશે કે ભારતીય ગુપ્તચર નેટવર્કને પોતાને ત્યાંથી ખતમ કરે ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકી હરદિપસિંહ નિજ્જરની કેનેડામાં થયેલી હત્યાનો આરોપ ખાલીસ્તાની ભારત પર લગાવી રહ્યા છે એટલું જ નહીં કેનેડાના વડાપ્રધન ટુ્રડોએ પણ તેને સમર્થન આપી ભારત સાથે સંબંધો બગાડી નાખ્યા છે.

હવે ખાલીસ્તાનીઓ એવું પરાક્રમ કરવા માગે છે, જે ભારત સહિત અનેક દેશો પર પોતાની અસર પેદા કરશે. મતલબ કે ભારતીય વિદેશ નીતિ માટે ફરી એકવાર મુશ્કેલ સમય આવી શકે છે અનેકઠોર નિર્ણયો લેવાા પડી શકે છે.